rashifal-2026

Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (17:00 IST)
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી. 
 
બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ કરો. 
 
હવે તેમાં અડઘો કપ દૂધ અને ઇલાયચીના દાણા નાંખો અને સામાન્ય આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઈમાં મગની દાળ અને 1 કપ પાણી નાંખો. કઢાઈ પર ઢાંકણ લગાવી દો અને લગભગ 7 મિનિટ સુધી મધ્યમ મધ્યમ આંચ પર રાંધો. જો કઢાઈમાં વધુ પાણી હોય તો તેને મોટી આંચ કરીને બાળી દો. 
 
ત્યાંસુધી ચોખાના લોટમાં ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. ત્યારબાદ દૂધ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરો અને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લુઆ પાડી તેને હથેળી પર રાખી સપાટ કરી લો. પછી તેમાં મગની દાળની સામગ્રી ભરો અને મોદકનો આકાર આપો.
 
આ રીતે બધી સામગ્રીમાંથી મોદક તૈયાર કરો અને એક સ્ટીલના વાસણમાં રાખો. હવે પ્રેશર કૂકરમાં 4 કપ પાણી નાંખો અને તેમાં મોદક ભરેલું સ્ટીલનું વાસણ મૂકી દો. ચાર સીટી વાગે ત્યાંસુધી મોદક બાફી લો. જ્યારે વરાળ બહાર નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલી લો. તૈયાર છે ગણપતિદાદા માટે પ્રસાદ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments