Biodata Maker

Ganesh Mantra: બુધવારે કરવો આ મંત્રોના જાપ, બધી પરેશાનીઓ થશે દૂર અને વરસશે ભગવાન ગણેશની કૃપા

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2022 (10:57 IST)
Lord Ganesha Mantra: બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવા માટે સમર્પિત થાય છે. આ દિવસે વ્રત રાખવા અને પૂજા કરવાથી ભગવાન ગણેશની  ખાસ કૃપા મળે છે. કહેવાય છે કે સુખકર્તા, દુખહર્તા ભગવાન શ્રી ગણેશ ભક્તોના બધા કષ્ટ અને પરેશાની દૂર કરનારા છે. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની 
શરૂઆતથી પહેલા શ્રી ગણેશનો આહ્વાન કરાય છે. ધાર્મિક માન્યતા છે કે જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ભગવાન ગણેશજીની પૂજા કરાય તો જીવનની બધી પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ બધી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે. તેથી જો તમે કોઈ પરેશાનીમાં છો તો, બુધવારે પૂજાના સિવાય ભગવાન ગનેશના કેટલક મંત્રોનો પણ જાપ કરવો. આવો જાણીએ તે મંત્રોના વિશે, જેનો બુધવારના દિવસે જાપ કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. 
 
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: 
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
 
જો તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા ઈચ્છો છો, તો ગણપતિજીના આ મંત્ર સૌથી સરળ અને પ્રભાવશાળી ગણાય છે. આ મંત્ર જેટલો સરળ છે. તેટલો જ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ કાર્ય શરૂ કરવાથી પહેલા આ મંત્રનો જાપ કરવાથી તમારા બધા કામ મુશ્કેલી વગર પૂર્ણ થઈ જશે. 
 
ૐ ગં ગણપતયે નમ: 
જ્યોતિષ મુજબ, જો તમારા જીવનમાં પરેશાનીઓ છે અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો, તમે આ મંત્રનો કાપ કરવો. ભગવાન ગણેશનો આ મંત્ર આટલુ ચમત્કારી છે કે તેના જાપથી જીવનમાં આવનારી બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થાય છે. 
 
ગણપૂજયો વક્રતુંડ એકદંષ્ટી ત્રિયમ્બક 
નીલગ્રીવો લમ્બોદરો વિકટો વિઘરાજક 
ધૂમ્રવર્ણો ભાલચન્દ્રો દશમસ્તુ વિનાયક 
ગણપર્તિહસ્તિમુખો દ્વાદશારે યજેદગણમ

કુંડળીથી ગ્રહ દોષ દૂર કરવા માટે દરેક બુધવારે આ મંત્રનો 11 વર જાપ કરવો. આ મંત્રમાં ગણેશજીના 12 નાપના જાપ કરાય છે. માન્યતા છે કે જો તમે આ મંત્રનુ જાપ કોઈ મંદિરમાં ભગવાન ગણેશની સામે બેસીની કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. સાથે જ જીવનમાં આવી રહી પરેશાનીઓ દૂર થશે. 
 
 
ત્રયીમયાયાખિલબુદ્ધિપ્રદીપાય સુરાધિપાય 
નિત્યાય અત્યાય ચ નિત્યબુદ્ધિ નિત્યં નિરીહાય નમોસ્તુ નિત્યમ

જો તમારા કામ બનતા-બનતા બગડી રહ્યા છે, તો આ મંત્રનો જાપ કરવો. આ મંત્ર તમારા બધા બગડેલા કામ પૂર્ણ કરશે. જો તમને મેહનત કર્યા પછી પણ સફળતા નથી મળી. રહી છે, તો આ મંત્રનો 21 વાર જાપ કરવો. ભગવાન ગણેશની કૃપાથી તમારા બધા કામ પૂર્ણ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments