Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 સિક્કો આ રીતે રાખો પર્સમાં... આ છે ગરીબી દૂર કરવાના 21 ઉપાય

1 સિક્કો આ રીતે રાખો પર્સમાં...  આ છે ગરીબી દૂર કરવાના 21 ઉપાય
, સોમવાર, 20 જૂન 2022 (09:05 IST)
ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે અહીં 21 ઉપાય જણાવી રહ્યા છીએ. માનયતા છે કે આ ઉપાયોથી મહાલક્ષ્મીની કૃપા મળે છે અને કુંડળીના ગ્રહ દોષ પણ શાંત થાય છે. 
 
webdunia
કોઈ કિન્નર પાસેથી એમની ખુશીથી એક રૂપિયો લો. આ સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં કે તિજોરીમાં મુકો. આનાથી બરકત બની રહેશે. 
 
webdunia
હનુમાનજીના મંદિરમાં તેલનો દીપક પ્રગટાવો અને દીપકમાં એક લવિંગ નાખી આરતી કરો હનુમાન ચાલીસાના પાઠ કરો. 
webdunia
કોઈ શિવમંદિરમાં જાવ અને ત્યાં શિવલિંગ પર ચોખા ચઢાવો . ધ્યાન રાખો કે ચોખા ખંડિત(તૂટેલા) ન હોવા જોઈએ, તૂટેલા ચોખા અર્પિત ન કરવા. 
webdunia
કોઈ ગરીબને કાળુ ધાબળાનું દાન કરો. આવું કરવાથી શનિ અને રાહુ-કેતુના દોષ શાંત થશે અને અટકળો દૂર થઈ જશે.
webdunia
કોઈ પીપળા ના ઝાડ નીચે તેલનો દીપક પ્રગટાવો. આ ઉપાય રાત્રે કરવો.  દીપક પ્રગટાવીને પાછળ વળીને ન જોવું. 
webdunia
રોજ સવારે જલ્દી ઉઠીને અને સ્નાન કરી તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવા સાથે લાલ ફૂલ પણ સૂર્યને ચઢાવો. 
webdunia
સવારે જલ્દી ઉઠીને પાણીમાં કાચુ દૂધ અને ગંગાજળ મિકસ કરી સ્નાન કરો. નહાતી વખતે ગંગાનું સ્મરણ કરો. આનાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે. 
webdunia



ૐ આં હ્રીં શ્રીં કમલે કમલાયે પ્રસીદ પ્રસીદ
શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
 
રોજ સવારે સ્નાન પછી ઓછામાં ઓછા 108 વાર મહાલક્ષ્મી મંત્રના જાપ કરો . મંત્ર જાપ માટે કમલ ગટ્ટાની માળાનો ઉપયોગ કરો.  
webdunia
કોઈ બ્રાહ્મણ કે ગરીબ માણસને અનાજ મીઠાઈનું  દાન કરો સાથે જ કપડાનું  દાન કરવુ પણ સારું હોય છે. 
 
webdunia
કોઈ મહાલક્ષ્મી મંદિરમાં ત્રણ સાવરણી ,ગુલાબની સુગંધ વાળી અગરબતી દાન કરો આ દાન કોઈને કહ્યા વગર કરો. 
 
webdunia
રોજ સવારે તુલસીમાં જળ આપો. અને સાંજે તુલસી પાસે દીપક લગાવવો  શરૂ કરો અને સવારે એક તુલસીના પાનનું સેવન કરો. 
webdunia
સવારે ઉઠતા જ સૌથી પહેલાં બન્ને હથેળીઓને જોવી જોઈએ. આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની ખાસ કૃપા મળે છે. 
 
webdunia
પૂજા પછી બધા રૂમમાં ઘંટ અને શંખ વગાડવો જોઈએ . આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 
webdunia
તળાવ  કે નદીમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. શાસ્ત્રો મુજ્બ આ ઉપાયથી મોટી-મોટી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
webdunia
શ્વેતાર્ક ગણેશની મૂર્તિ ઘરે લઈને આવો અને ઘરના મંદિરમાં એને પણ રાખો . શ્વેતાર્ક ગણેશની નિયમિત પૂજાથી બરકત રહેશે. 
webdunia
શનિની સાડેસાતી કે ઢૈય્યા હોય તો સવાર-સવારે પીપળ પર જળ ચઢાવો અને  7 પરિક્રમા કરો અને સાંજે દીપક પણ પ્રગટાવો. 

 
જો કોઈ માણસ પીપળ નીચે શિવલિંગ સ્થાપિત કરી નિયમિત પૂજા કરે તો એમની બધી મનોકામના પૂરી થાય છે. અને પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
webdunia
પીપળના 11 પાન તોડીને એના પર ચંદનથી શ્રીરામ લખી એની માળા બનાવો અને હનુમાનજીને ચઢાવો . હનુમાન ચાલીસાના પાઠ કરો. 
webdunia
ઘરમાં જ્યારે પણ રોટલી કરો તો પહેલી રોટલી ગાયને ખવડાવો. આ ઉપાયથી ઘર-પરિવારમાં બધા દેવી દેવતાઓની કૃપા બની રહે છે. 
webdunia
એવા ફોટાની પૂજા કરો જેમાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પગ પાસે બેસ્યા  હોય, આવા ફોટાની પૂજા કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય  છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

20 જૂનથી 26 જૂન સુધી આ અઠવાડિયાના શરૂઆતમાં આ રાશિને આરોગ્યની કાળજી રાખવી