Biodata Maker

પશ્ચિમોત્તાનાસન કેવી રીતે કરવુ જાણો ફાયદા

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (09:10 IST)
પશ્ચિમોત્તાનાસન (Seated Forward Bend) 
 
પશ્ચિમ અર્થાત પાછળનો ભાગ - પીઠમાં ખેંચાણ થાય છે તેથી આને પશ્ચિમોત્તનાસન કહે છે. આ આસનથી શરીરની બધી માંસપેશિયો પર ખેંચ પડે છે.
 
વિધિ : બંને પગ સામે ફેલાવીને બેસી જાવ. 
એડી પંજો પરસ્પર મેળવીને રાખો. બંને હાથ બગલમાં અડાડીને, કમર સીધી અને આંખો સામે રાખો.
હવે બંને હાથને બગલથી ઉપર ઉઠાવતા કાનને અડીને ઉપર ખેંચો. આ સ્થિતિમાં બંને હાથની વચ્ચે માથુ હોય છે.
હવે સામેની તરફ જોતા કમરથી ધીરે ધીરે રેચક કરતા નમતા જાય છે, હવે પોતાના બંને હાથથી પગના અંગૂઠાને પકડીને રાખે છે, અને કપાળને ઘૂંટણથી અડાડે છે. શક્તિમુજબ કુંભકમાં રોકાયા પછી માથાને ઉઠાવીને પૂરક કરતા પૂર્વ સ્થિતિમાં આવી જાય છે.
 
સાવધાની - આ આસનમાં ન તો એકદમ ઝટકાથી કમરને નમાવો કે ન ઉઠાવો. કપાળને બળજબરીથી ઘૂંટણ સાથે ટેકવવાનો પ્રયાસ ન કરો. શરૂઆતમાં આસન અડધી મિનિટથી એક મિનિટ સુધી કરો અભ્યાસ વધતા 15 મિનિટ સુધી કરો. કમર કે કરોડરજ્જુની ગંભીર સમસ્યા હોય તો યોગ ચિકિત્સકની સલાહ લઈને જ આ આસન કરો.
 
લાભ - આમા ઉદર, છાતી અને મેરુદંડને ઉત્તમ વ્યાયામ મળે છે. આ આસનના અભ્યાસથી મંદાગ્નિ, મલાવરોધ, અજીર્ણ, ઉદર રોગ, કૃમિ વિકાર,સર્દી, ખાંસી, વાત વિકાર, કમરનો દુ:ખાવો, મધુમેહ વગેરે રોગ દૂર થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કફ અને ચરબીનો નાશ થાય છે. પેટ પાતળુ થાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments