Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs NZ Semifinal Live: વિરાટ-અય્યરે સદી ફટકારી, ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને આપ્યો 398 રનનો ટાર્ગેટટ

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2023 (18:01 IST)
india vs NZ semifinal
 
IND vs NZ Live: વનડે વર્લ્ડકપ 2023ના નૉકઆઉટ મેચોમાં શરૂઆત આજથી થવા જઈ રહી છે. ટૂર્નામેંટ પહેલા સેમીફાઈનલ મેચમાં ભારત અને ન્યુઝીલેંડની ટીમો સામ સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.  ટીમ ઈંડિયા સ્ટેજમાં બધી મેચ જીતીને પોઈંટ્સ ટેબલમાં ટોપ પર રહી છે. બીજી બાજુ ન્યુઝીલેંડે ચોથા નંબર પર સેમીફાઈનલ યાત્રા ખતમ કરી હતી. આ મેચ જીતનારી ટીમ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં ફાઈનલ મેચ રમશે.  

ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 397 રન 
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે 117 રન બનાવ્યા અને શ્રેયસ અય્યરે પણ 105 રનની ઇનિંગ રમી. આ પહેલા રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 80 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેએલ રાહુલે પણ 20 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા.
 
શ્રેયસ અય્યર આઉટ
શ્રેયસ અય્યર 105 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 70 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.
 
શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી
વિરાટ કોહલી બાદ શ્રેયસ અય્યરે પણ સદી ફટકારી છે. અય્યરે માત્ર 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

 
 
40 ઓવર પછી ભારતનો સ્કોર
ટીમ ઈન્ડિયાએ 40 ઓવર પછી 1 વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 95 રન અને શ્રેયસ અય્યર 61 રન સાથે રમી રહ્યા છે.
 
શ્રેયસ અય્યરે પણ ફટકારી હાફ સેંચુરી 
શ્રેયસ અય્યરે 35 બોલમાં પોતાની હાફ સેંચુરી પૂરી કરી છે. આ ટૂર્નામેન્ટમાં આ તેની ચોથી અડધી સદી છે.
 
વિરાટ કોહલીની હાફ સેંચુરી 
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં વધુ એક હાફ સેંચુરી  ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં આ તેની છઠ્ઠી અડધી સદી છે. તેણે 59 બોલમાં 50 રનના આંકડાને સ્પર્શ કર્યો છે.
 
 
વિરાટ કોહલીની  હાફ સેન્ચુરી
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં વધુ એક અડધી સદી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં આ તેની છઠ્ઠી અડધી સદી છે. તેણે 59 બોલમાં 50 રનના આંકડાને સ્પર્શ કર્યો છે.
 
24 ઓવર પછી ભારતનો સ્કોર
ટીમ ઈન્ડિયાએ 24 ઓવર પછી 1 વિકેટના નુકસાન પર 173 રન બનાવી લીધા છે. પરંતુ શુબમન ગિલ ખેંચાણના કારણે મેદાનની બહાર ગયો છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર હવે વિરાટને સપોર્ટ કરવા આવ્યો છે.
 
-  ટીમ ઈન્ડિયા વાનખેડે પહોંચી
ટીમ ઈન્ડિયા વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગઈ છે. સેમીફાઈનલ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. જ્યારે ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમ જઈ રહ્યા હતા. ત્યારબાદ પ્રશંસકોએ ખેલાડીઓને તરબોળ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
 
- ભારતીય ટીમ હોટલમાંથી નીકળી ગઈ
ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે મેચ રમશે. આ માટે ટીમ ઈન્ડિયા હોટલમાંથી નીકળી ગઈ છે.
 
- આ છે બંને ટીમનો રેકોર્ડ 
ODI વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 4 અને ન્યુઝીલેન્ડે પાંચમાં જીત મેળવી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.
 
- ન્યુઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

Show comments