rashifal-2026

Vastu Tips: જો તમારા હાથમાં નથી ટકતા પૈસા તો આજે જ અપનાવી લો આ વાસ્તુ ટિપ્સ, નહી તો ખાલી થઈ જશે તમારી તિજોરી

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (12:38 IST)
money for vastu
Vastu Tips: વાસ્ત શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ કેટલાક ઉપાયો વિશે, જેને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા છતા પૈસા ટકતા નથી, આવી કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ આવુ થઈ શકે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઉત્તર-પૂર્વ દિશા ઘન આગમનની દિશા હોય છે અને જો આ દિશામાં તમે ભારે સામાન મુક્યો હોય કે આ દિશા ખૂબ ગંદી રહેતી હોય તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં ધનના આગમનની ગતિ ધીમી થઈ જાય છે. આ જ રીતે ઉત્તર પૂર્વ દિશામાં જો દરેક સમયે અંધારુ રહેતુ હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળુ રહેવુ જોઈએ. આ જ રીતે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો  કે તિજોરી રાખવી પૈસા અને વયની હાનિ કરનારો હોય છે. 
 
વાસ્તુમાં આ વાતોનુ પણ રાખો ધ્યાન 
- સૌ પહેલા તો જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાના જાળા રહે છે તો તેને તરત જ હટાવી દો અને આગળથી સાફ સફાઈનુ પુરુ ધ્યાન રાખો. 
- સાથે જ જો ઘર કે દુકાનની દિવાલ પર નિશાન પડી ગયા છે કે તેની પોપડી ઉતરવા લાગી છે તો તેને જલ્દી ઠીક કરાવી લો. તેનાથી તમારી ધન સાથે જોડાયેલ પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
-  ઘર-દુકાનમાં લાગેલા છોડ પર જો સુકા પાન જોવા મળે તો તેને તરત જ કાપી નાખો. નહી તો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે.  
- આ ઉપરાંત ઘર કે દુકાનમાં કે આસપાસ ક્યાક પણ ચામાચીડિયાએ ઘર બનાવ્યુ છે તો તે ખૂબ અશુભ કહેવાય છે. આ ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનુ કારણ બને છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Uttrayan દિગ્ગજોએ ગુજરાતમાં માણી ઉત્તરાયણની મજા

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

મિત્રોના ઘરે શારીરિક સંબંધો માટે લઈ જતો હતો, ત્યારબાદ કહ્યુ...

ચૂંટણી વચન પૂરું કરવા માટે 500 કૂતરાઓને ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું

Middle Class Struggle: જેમનો પગાર 35 થી 65 હજાર રૂપિયા છે, તેમના ઘર 'પ્લાનિંગ'થી નહીં પણ 'એડજસ્ટમેન્ટ'થી ચાલી રહ્યા છે, રિપોર્ટમાં કડવું સત્ય ખુલ્યું

આગળનો લેખ
Show comments