Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 Vastu Tips- આટલી વાસ્તુ ટિપ્સ અપનાવ તો પરેશાનીથી રહેશો દૂર- લક્ષ્મી આવશે તમારા દ્બારે

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (12:15 IST)
ઘણા લોકોની પાસે પૈસ તો બહુ હોય છે પણ તેમના ઘરમાં શાંતિની કમી હોય છે . એના પાછળનો કારણ હોય  છે વાસ્તુનો દોષ અને અમારી કરેલ કેટલીક ભૂલ પણ આ લેખમાં અમે તમને જણાવીશ એટલા વાસ્તુ પ્રમાણે ઘરની વ્યવસ્થા કરશો તો નક્કી તમારા ઘરથી પરેશાનીઓ દૂર રહેશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર રહેશે. 
 
તો શુ કરવુ.. તો મિત્રો આજે અમે આપને માટે લાવ્યા છે વાસ્તુ સાથે જોડાયેલા કેટલક એવા ટિપ્સ જેને અપનવશો તો તમારા ઘરના બધા સભ્યો એક જેવુ કમાશે અને ઘનની આવક વધી જશે. તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ શુ કરવુ
 
- રાત્રે રસોડામાં જૂઠાં વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને મુકો.
- સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો.
- સાંજે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુમાડો કરો.
- દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ આવે છે.
- બેડરૂમમાં મદિરાપાન ન કરો. નહી તો બીમાર પડશો નહી તો બિહામણાં સપના આવશે.
- કાંટાળા ઝાડ ઘરમાં ન લગાવો
 
- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકશો
- તમારા ઘરમાં ચમકીલા પેઈંટ ન કરાવો
- ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. નિયમિત તુલસીનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે.
- ઘરના ઇશાન ખૂણામાં(ઉત્તર-પૂર્વ)ને હંમેશાં સ્વચ્છ અને ખુલ્લો રાખવો જોઈએ. જેથી સૂર્યનાં કિરણો સરળતાથી ઘરમાં આવી શકે.
-રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ હંમેશાં પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેના કારણે ભોજન હંમેશાં સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. પૂર્વ દિશા તરફ મોં રાખીને જમવાથી વ્યક્તિની પાચનશક્તિમાં વધારો થાય છે.
- જે બાળકો ભણવામાં નબળાં હોય તેમને પૂર્વ દિશાનું મોં રાખીને અભ્યાસ કરવા માટે બેસાડવા જોઈએ.
- જે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે વાયવ્ય ખૂણો( ઉત્તર- પશ્ચિમ)ના રૂમમાં રહેવું જોઈએ, જેથી તેનાં લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થશે.
- રાત્રે સૂતી વખતે માથું હંમેશાં દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. ઉત્તર દિશામાં માથું રાખવાથી અનિદ્રાનો રોગ થવાની શક્યતા રહે છે. એ ઉપરાંત વ્યક્તિની પાચનશક્તિ પર પણ ખરાબ અસર પડે છે.
- ઘરમાં ક્યારેક ક્યારેક મીઠાનાં પાણીથી પોતાં કરવાં જોઈએ.આમ કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ પામે છે.
 
- ઘરમાંથી નીકળતી વખતે માતા- પિતાને પગે લાગીને જ નીકળવું જોઈએ. તેનાથી ગુરુ તથા બુધ ગ્રહ યોગ્ય રહે છે. વ્યક્તિના મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળ બની જાય છે.
 
- ઘરનું પ્રવેશદ્વાર એકદમ ચોખ્ખું હોવું જોઈએ. ઘરનું પ્રવેશદ્વાર જેટલું ચોખ્ખું હશે તેટલી જ લક્ષ્મી વધારે આવશે.
 
- ઘરનાં પ્રવેશદ્વારની આગળ સ્વસ્તિક, ઓમ, શુભ-લાભ જેવાં માંગલિક ચિહનો રાખવાં જ જોઈએ
 
- ઘરનાં પ્રવેશદ્વાર પર ક્યારેય સમજ્યા વિચાર્યા વિના ગણપતિ ન લગાવવા જોઈએ. જો દરવાજો દક્ષિણમુખી કે ઉત્તરમુખી હોય તો જ પ્રવેશદ્વાર પર ગણપતિ લગાવવા.
 
- ઘરમાં દેવી- દેવતાઓના વધારે ફોટા ન રાખવા જોઈએ. ભગવાનના ફોટા બેડરૂમમાં તો રાખવા જોઈએ જ નહીં.
 
- બેડરૂમમાં ટીવી ન રાખવું. તેનાથી વ્યક્તિની શારીરિકક્ષમતાઓ પર નકારાત્મક અસર પડે છે.
 
-ઓફિસમાં ઉત્તર -પૂર્વ બાજું મોં કરીન બેસવાથી ફાયદો થાય છે. જો બોસની કેબિન નૈર્ઋત્ય કોણમાં હોય તો એ સારું છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Shani Gochar 2025: વર્ષ 2025માં આ રાશિની શરૂ થશે શનિની ઢૈય્યા, જાણો શુ રહેશે પ્રભાવ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો

આગળનો લેખ
Show comments