Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવા વર્ષે ઘરની નકારાત્મકતાને દૂર કરવી છે તો કપૂરનો આ ઉપાય જરૂર કરો

નવા વર્ષે ઘરની નકારાત્મકતાને દૂર કરવી છે તો કપૂરનો આ ઉપાય જરૂર કરો
, સોમવાર, 3 જાન્યુઆરી 2022 (04:47 IST)
નવું વર્ષ શરૂ થઈ ચુક્યુ છે, નવા વર્ષ પર લોકો પણ તમામ નવા કામો શરૂ કરે છે. જો તમને ગયા વર્ષે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ, બીમારીઓ વગેરેનો સામનો કરવો પડ્યો હોય તો નવા વર્ષે કપૂરના કેટલાક ઉપાયો કરવા માંડો. આ તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.
 
જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કે અન્ય કોઈ પ્રકારની નકારાત્મકતા હોય તો આજથી રોજ તમારા ઘરમાં કપૂર સળગાવીને તેને ઘીમાં ડુબાડીને તેનો ધુમાડો આખા ઘરમાં કરો. તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.
 
જ્યારે તમારા રસોડાના બધા કામ પૂર્ણ થઈ જાય, ત્યાર બાદ રસોડામાં એક બાઉલમાં લવિંગ અને કપૂર સળગાવી દો. માતા અન્નપૂર્ણા રસોડામાં રહે છે. તેનાથી માતા પ્રસન્ન થાય છે અને પરિવારમાં ક્યારેય ભોજનની કમી નથી આવતી. આવા ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે. લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ધુમાડો કરવાથી કરિયરમાં આવતી અડચણો દૂર થાય છે.
 
જો તમારા ઘરમાં પિતૃ દોષ કે અન્ય કોઈ પ્રકારનો દોષ હોય તો તમારા બધા કામમાં વિઘ્ન આવે છે અને કામનું પૂર્ણ ફળ મળતું નથી. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા, તમારા ઘરમાં કપૂર સળગાવી દો અને તેનો  આખા ઘરમાં ધુમાડો કરો. તેનાથી ઘરમાં પિતૃ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
 
જો તમારા ઘરમાં આર્થિક સંકટ છે તો આજથી રોજ સાંજે ઘરના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં કપૂર સળગાવવાનું શરૂ કરો. જેના કારણે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Astrology 2022- આ રાશિઓની છોકરીઓ નહી હોય છે પરફેક્ટ ગર્લફ્રેંડ