Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં ભૂલથી પણ ન મુકશો આ વસ્તુઓને, નહીં તો પરિવાર પર આવશે સંકટ

Vastu Tips
Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (08:22 IST)
Vastu Tips:વાસ્તુમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને કુબેરની દિશા માનવામાં આવી છે. આ દિશામાં કરવામાં આવેલ ખોટું બાંધકામ તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરશે. તો ચાલો આજે  જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશામાં કઈ વસ્તુઓ ન હોવી જોઈએ. 
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈલેક્ટ્રોનિક એટલે કે વિજળી સાથે જોડાયેલ સામાન અથવા ગરમી પેદા કરતા સાધનોને ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકવા જોઈએ. આવુ  કરવાથી પુત્ર પિતાની અવહેલના કરે છે અને તેમનું અપમાન કરે છે. તેમજ બેડરૂમમાં એવી જગ્યાએ કાચ કે અરીસો ક્યારેય ન મુકવો જ્યાંથી બેડ દેખાય. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉભી થાય છે.
 
આ ઉપરાંત જો તમારો પ્લોટ ઉત્તર અને દક્ષિણમાં સાંકડો અને પૂર્વ અને પશ્ચિમમાં લાંબો હોય તો આવી જગ્યાને સૂર્યભેદી કહેવામાં આવે છે. તમારા પ્લોટ કે ઘરની આ ડિઝાઈન પિતા-પુત્રના સંબંધોમાં તિરાડની સ્થિતિ પણ ઉભી કરશે.
 
ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકશો જૂતા-ચપ્પલ 
 
ભૂલથી પણ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ન તો જૂતા અને ચપ્પલ રાખવા જોઈએ અને ન તો ચંપલ-ચપ્પલ રાખવાની જગ્યા બનાવવી જોઈએ. આ સિવાય આ દિશામાં ગંદી વસ્તુઓ કે ડસ્ટબીન ન રાખવા જોઈએ. કારણ કે આ દિશામાં ગંદકી થવાથી આ દિશા દૂષિત થઈ જાય છે, જેના કારણે તમારા ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે
 
ઉત્તર-પૂર્વ દિશાને ન કરશો ગંદી
 
ઉત્તર-પૂર્વ દિશામાં ગંદકી બિલકુલ ન હોવી જોઈએ, કારણ કે આવુ કરવાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે પૈસાનુ આગમન   ધીમુ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

આગળનો લેખ
Show comments