વાસ્તુ મુજબ ઘરની દિશાનું ખૂબ મહત્વ છે. એટલા માટે ઘરમાં અરીસો લગાવતા પહેલા સાચી દિશા જાણવી જરૂરી છે. ઘરની દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે , જે તમારી સુંદરતાને કોનફીડેંસના સાથે જોડી રાખે છે . પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યુ છે કે અરીસો યોગ્ય દિશા અને યોગ્ય સ્થિતિમાં હોય તો ફાયદા અને ન હોય તો નુકશાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ..
* તમે જ્યાં રહી રહ્યા હોય જ્યાં તમારા ઑફિસ હોય ત્યાં ઉતર પૂર્વ દિશામાં અરીસો લગાવવો જોઈએ. તમે જોશો કે આવકમાં વૃદ્ધિ તો શરૂ થશે જ સાથે જ કમાણીના રસ્તામાં આવતા અવરોધો પણ દૂર થશે.
* અરીસો લગાવતી વખતે એ જરૂર ધ્યાન રાખો કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું પ્રતિબિંબ નજર આવી રહ્યુ હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે.
* ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં ચારેબાજુ અરીસો ન લગાવવો જોઈએ. આવી વ્યવ્સ્થા ઘરના લોકોને અસંમજસમાં નાખે છે.
* જો ઘરમાં કોઈ ભાગ એવો હોય , જ્યાં અધારું જ રહે છે તો આવી જ્ગ્યાએ ગોળ અરીસો લગાવીને રાખો. આ નેગેટિવ એનર્જીને ભગાડવાની ક્ષમતા રાખે છે.
* જો તમારા બેડરૂમમાં બેડ સામે કોઈ અરીસો હોય તો તેને તરત જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
* કહેવાય છે કે અરીસો જેટલો મોટું હોય એ સારું. ઘરમાં અરીસાની સંખ્યા કેટલી પણ હોય ! પણ અરીસાના ઘણા બધા ટુકડા એક્સાથે ન રાખવા જોઈએ. કારણકે એ અરીસામાં તમારુ શરીર ખંડીત નજર પડશે એ સારું નહી કહેવાય.
* વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસાને ઢાંકીને રાખવો જોઈએ. સારું રહેશે કે અરીસો તિજોરીની અંદર ફિટ કરાવો .
* અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે.
* ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. આવા અરીસા નેગેટિવ એનર્જી આપે છે.