Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Shastra: પૂજામાં ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓને ભૂલથી પણ નીચે ન પડવા દો, નહીં તો થશે મોટી દુર્ઘટના

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (00:25 IST)
Vastu Shastra: પૂજા દરમિયાન ઘણીવાર હાથમાંથી કેટલીક વસ્તુઓ પડી જાય છે અથવા તો ક્યારેક લોકો પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને જમીન પર મૂકી દે છે.વાસ્તુ અનુસાર તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી પૂજાનો કોઈ અર્થ રહેતો નથી અને વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. તો ચાલો જાણીએ કે પૂજા દરમિયાન કંઈ વસ્તુઓને ભૂલથી પણ નીચે ન મુકવી જોઈએ 
 
ઘણી વખત લોકો સફાઈ કરતી વખતે ભગવાન જીની મૂર્તિ અથવા ચિત્રને સીધા જમીન પર મુકી દે છે,  પરંતુ વાસ્તુ અનુસાર, તેનાથી ઘરમાં વાસ્તુ દોષની સાથે તણાવ, આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેમને હંમેશા સ્વચ્છ કપડાં પર અને યોગ્ય સ્થાન પર જ મુકો. 
 
શંખને ક્યારેય પડવા ન દેશો - પૂજાના સમયે શંખ ફૂંકવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. તેમજ શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તેથી તેને ક્યારેય પડવા ન દો. નહીં તો તમારે મા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.
 
કળશને પડવા ન દેશો  - કોઈપણ પૂજામાં કળશની સ્થાપના જરૂર કરવામાં આવે છે. તેના વગર પૂજા શક્ય નથી. પરંતુ ઘણી વખત કળશ હાથમાંથી છૂટી જાય છે અથવા લોકો તેને જમીન પર મુકી દે છે. જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ સર્જાય છે. સાથે જ તમારે ધનની દેવી લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં પૈસાની તંગી આવી શકે છે. તેથી આ પવિત્ર કળશને હંમેશા થાળીમાં મુકો.
 
શિવલિંગને જમીન પર મુકવાની ન કરશો ભૂલ  - ઘણીવાર લોકો મંદિરની સફાઈ દરમિયાન શિવલિંગને સીધું જમીન પર મુકી  દે છે. પરંતુ તેના કારણે ઘરમાંથી બરકત  દૂર રહે છે. આવી સ્થિતિમાં શિવલિંગને સીધા જમીન પર મુકવાને બદલે તેને હંમેશા સ્વચ્છ કપડા પર અને સ્વચ્છ જગ્યાએ મુકો. 
 
કુમકુમ અને પૂજા સામગ્રી - કુમકુમ અને પૂજાની સામગ્રી ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ હાથ વડે તેમને ક્યારેય ન ધોળશો નહી. અન્યથા ઘરમાં વાસ્તુ દોષના કારણે નકારાત્મકતા વધે છે. તેથી પૂજા સામગ્રી જેવી કે દીવા, ફૂલ, માળા, ગંગાજળ, અગરબત્તી વગેરેને હંમેશા થાળીમાં રાખો અને તેને ઉચ્ચ સ્થાન પર મુકો. પૂજાની સામગ્રીને જમીન પર મુકવી નહી. 

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments