Dharma Sangrah

વાસ્તુશાસ્ત્ર - ઘરમાં આનંદદાયી વાતાવરણ માટે ધ્યાનમાં રાખવાની વાતો

Webdunia
મોટાભાગે દરેક ઘરમાં પૂજાસ્થાન હોય છે અને આ અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય. 

- ઘરના રસોડાને દક્ષિણ પૂર્વ ભાગ અગ્નિ ખૂણામાં બનાવવુ શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું સલાહભર્યું છે. અગ્નિ કે ઉત્તર-પશ્વિમ ખૂણે લાઈટના સ્વીચબોર્ડ, ટીવી વગેરે મૂકાય તેને શ્રેષ્ઠ મનાય છે.

- ઘરની બારેઓ અને બાલકની ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોય તો તેને શુભ મનાય છે. આ ખૂણામાં ઈલેક્ટ્રીક ઉપકરણો જેવા કે પંખા, કૂલર મૂકવા જોઈએ.

- ઘરની ભારે અને વજનવાળી વસ્તુઓ નેઋત્ય ખૂણામાં મુકવી શુભ માનવામાં આવે છે.

- ઘરનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મસ્થાન તરીકે ઓળખાય છે તેથી તે હંમેશા ખાલી રહેવુ જોઈએ. આ સ્થાન સ્વચ્છ અને હલકુ હોવુ જોઈએ.

- બાળકોના અભ્યાસ માટે ઈશાન દિશા શુભ હોય છે તેથી તેમનો રૂમ આ ખૂણામા બનાવવો જોઈએ.

- પતિ-પત્નીના બેડરૂમમાં જોડા વાળા પક્ષીઓનુ ચિત્ર મુકવુ શુભ માનવામાં આવે છે. ચિત્ર સકારાત્મક હોવુ જોઈએ અને તે સૂતેલાને દેખાય તેવુ હોવુ જોઈએ. આવા ચિત્રો પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખે છે.

- ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ ચિહ્નો મુકવા જોઈએ, જો તમને પ્લાંટથી ઘર સજાવવાનો શોખ હોય તો કાંટાવાળા છોડ ઘરની અંદર ક્યારેય ન લગાવશો. ગૃહ સજાવટમાં શસ્ત્રોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. ગૃહ સજાવટમાં રમકડાંનો ઉપયોગ કરવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.

- ઘરમાં ધૂળ, કચરો, કરોડિયાનાં જાળા નકારાત્મક ઉર્જા વધારે છે, તેથી ઘરના ઈન્ટીરીયર બાબતે સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવું જોઈએ અને ઘરનાં ખૂણાઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જોઈએ.

- ઘરને હંમેશા સાફ સુથરું અને સ્વચ્છ રાખવુ જોઈએ. ઘરમાં સ્વચ્છતા રહેવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. ઘરમાં સવાર સાંજ દીવો કરવાથી ઘરમાં ટેંશન કે ચિંતા રહેતા નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા; મુખ્યમંત્રી યોગીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા

10, 11 અને 12 એપ્રિલે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ; IMD એ ચેતવણી જારી કરી

ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ગુમાવ્યા

હિમાચલના કાંગડામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી 90 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; 3 લોકોના મોત, 27 ઘાયલ

મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, આંખો સામેથી ઓઝલ થઈ 3 યુવતીઓ

આગળનો લેખ
Show comments