Webdunia - Bharat's app for daily news and videos

Install App

Uttarayan - મકરસંક્રાંતિ દર વર્ષે 14 કે 15 જાન્યુઆરીએ જ કેમ ઉજવાય છે ?

મકરસંક્રાંતિ
Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (14:25 IST)
મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતનાં અલગઅલગ રાજ્યોમાં જુદાજુદા નામથી અને અનેક રીતે ઊજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહે છે, તામિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે. જ્યારે આસામને તેને માઘી બિહુ કહે છે, કર્ણાટકમાં સુગ્ગી હબ્બા, કેરળમાં મકરવિક્લુ અને જમ્મુ-કાશ્મીરમાં મકરસંક્રાંતિને શિશુર સેંક્રાંતના નામે જાણીતો છે.
 
આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં ઉજવાય છે. અલગઅલગ ધાર્મિક માન્યતાને આધારે લોકો તેને ઊજવે છે, પરંતુ આ તહેવાર પાછળ એક ખગોળીય ઘટના છે. મકરનો મતલબ છે કૉન્સ્ટોલેશન ઑફ કૈપ્રિકૉન જેને મકરરાશિ કહે છે. ખગોળવિજ્ઞાનના કૈપ્રિકૉન અને ભારતીય જ્યોતિષની મકરરાશિમાં થોડું અંતર છે.
 
જાણો ખગોળશાસ્ત્ર મુજબ ઉત્તરાયણ 
 
તારાઓથી બનનાર એક ખાસ પૅટર્નને કૉન્સ્ટોલેશન કહેવાય છે. પ્રાચીનકાળથી દુનિયાની લગભગ દરેક સભ્યતામાં લોકોએ તેના આકારને આધારે તેનાં નામ આપ્યાં છે. 
ખગોળીય કૉન્સ્ટોલેશન અને જ્યોતિષની રાશિઓ સામાન્ય રીતે મળતી આવે છે, પરંતુ તે એક નથી. સંક્રાંતિનો અર્થ સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન. આજના દિવસે સૂર્ય સામાન્ય રીતે મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ વિન્ટર સોલિસ્ટિસ બાદ આવે છે. એટલે શિયાળાની સૌથી લાંબી રાત 22 ડિસેમ્બર. 
 
સમયમાં ટેકનિકલી ફેરફાર 
 
કહેવાય છે કે મકરસંક્રાંતિ બાદ દિવસો લાંબા થતા જાય છે અને રાતો ટૂંકી. આ વાત ટેકનિકલી સાચી છે, કેમ કે નૉર્ધર્ન હૈમિસ્ફિયર (ઉત્તરી ગોળાર્ધ)માં 14-15 જાન્યુઆરી બાદ સૂર્યાસ્તનો સમય ધીમેધીમે આગળ વધતો જાય છે. પછી આવે છે 20 માર્ચની તારીખ. તેને ઇક્વિનૉક્સ કહેવાય છે, ત્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે. એનો મતલબ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં લગભગ વચોવચ છે. 
 
સૂર્યાસ્તનો સમય ધીમેધીમે આગળ વધવાનો મતલબ છે કે ઠંડી ઓછી થશે અને ગરમી વધશે, કેમ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધની સીધમાં વધુ સમય સુધી રહેશે. મકરસંક્રાંતિને ઉત્તરાયણ એટલા માટે કહેવાય છે કે સૂરજ દક્ષિણી ગોળાર્ધથી ઉત્તર ગોળાર્ધ તરફ આવવા લાગે છે. આ પ્રક્રિયા સમર સોલિસ્ટિસના દિવસે પૂરી થાય છે, જે દિવસે સૌથી લાંબો દિવસ હોય છે, તારીખ હોય છે 21 જૂન.
 
ઉત્તરાયણ માટેની તારીખ 14-15 જાન્યુઆરી જ શા માટે?
 
મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો ધનરાશિથી મકરરાશિમાં પ્રવેશનો સંક્રમણકાળ. આમ તો ભારતમાં પ્રચલિત બધા હિંદુ કેલેન્ડર ચંદ્રમા પર આધારિત છે, એટલા માટે હિંદુ તહેવારોની અંગ્રેજી તારીખ બદલાતી રહે છે. હાલના સમયમાં જે કેલેન્ડરનો ઉપયોગ થાય છે તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે, જે સોલર કેલેન્ડર છે, એટલે કે સૂર્ય પર આધારિત કેલેન્ડર છે.
 
મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે ધરતીના તુલનામાં સૂર્યની સ્થિતિને આધારે ઊજવવામાં આવે છે. એટલા માટે ચંદ્રમાની સ્થિતિમાં થોડા ફેરફારને કારણે તે ક્યારેક 14 જાન્યુઆરી હોય છે, તો ક્યારેક 15 જાન્યુઆરી. પણ સૂર્યની મુખ્ય ભૂમિકા હોવાને લીધે અંગ્રેજી તારીખ નથી બદલાતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

આગળનો લેખ
Show comments