Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

૨૦૧૩માં ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડેક્સમાં દેશનો ૬૫ મો ક્રમ હતો તે હવે ૩૪માં ક્રમે પહોંચ્યો: નરેન્દ્ર મોદી

૨૦૧૩માં ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડેક્સમાં દેશનો ૬૫ મો ક્રમ હતો તે હવે  ૩૪માં ક્રમે પહોંચ્યો: નરેન્દ્ર મોદી
, શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (20:53 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન સોમનાથને નમન કરી સગૌરવ  જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પ્રાચીન ગૌરવ પુનર્જીવિત કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી અને એ કાર્ય થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે  સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા.
વડાપ્રધાનએ આ પ્રસંગે લોકમાતા અહિલ્યા બાઈને યાદ કરીને તેઓએ ભગવાન વિશ્વનાથથી લઇ ભગવાન સોમનાથ સહિત કેટલાય મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેમ કહી  તેમના જીવનમાં રહેલા પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમને આજે દેશ પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે.
 
વડાપ્રધાનએ  શિવ અવિનાશી, અવ્યક, અનાદિ છે તેમ શ્રદ્ધાપૂર્વક જણાવી કહ્યું હતું કે આ મંદિરને ઇતિહાસમાં  ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થઈ ગરિમા અને ગૌરવ સાથે ખડું થયું. તોડવાનુ- આતંકનું સામ્રાજ્ય ઉભું કરવાનો વિચાર થોડો સમય માટે હાવી થઇ શકે પરંતુ  તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી  હોતું નથી. સત્યને અસત્યથી  તેમજ માનવતાના મુલ્યોને આતતાયી તાકાતોથી દબાવી શકાતા નથી. આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે અને નવા ભારતના નિર્માણ માટે અતીતને પણ જોડવાનો આપણો સંકલ્પ છે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં સોમનાથ નાગેશ્વર, ઉત્તરમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી બાર જ્યોતિર્લિંગ પુરા ભારતને આપસમાં જોડવાનું કામ કરે છે.બાર જ્યોતિર્લિંગ ,ચાર ધામ તીર્થ સ્થળોની વ્યવસ્થા, શક્તિપીઠની સંકલ્પના આસ્થાની રૂપરેખા અને દેશના ખૂણે-ખૂણે રહેલા તીર્થ સ્થળો હકીકતમાં એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના અભિવ્યક્ત કરે છે તેમ વડાપ્રધાનએ દેશની સાંસ્કૃતિક વિરાસતોના સંદર્ભમાં  જણાવ્યું હતું.
 
કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયની પ્રસાદ યોજના થકી દેશના તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતમાં સોમનાથ સહિતના સ્થળોએ પણ યાત્રિક લક્ષી સુવિધાઓ સગવડમાં વધારો થયો છે તે સંદર્ભમાં વડાપ્રધાન એ જણાવ્યું  કે દેશભરમાં થયેલા આવા વિકાસ લક્ષી કાર્યોને લીધે વર્ષ 2013માં દેશ ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પેટીટેવનેસ ઈન્ડેક્સ માં ૬૫મા ક્રમે હતો જે વર્ષ ૨૦૧૯માં આગળ વધી ૩૪માં ક્રમે સ્થાન મળ્યું છે.
 
વડાપ્રધાનએ ગુજરાતમાં કચ્છ સહિતના વિવિધ સ્થળોએ પ્રવાસનના વિકાસ માં આધુનિકતાને જોડીને કરવામાં આવેલા સંકલ્પ થી સિદ્ધિ ના વિકાસ લક્ષી પ્રયાસોના પરિણામો ગુજરાતે જોયા છે તેમ  ગૌરવ સહ જણાવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ ના વર્ષમાં સોમનાથ મંદિર નૂતન કાર્યો થકી પ્રેરણા આપે છે. સોમનાથમાં પ્રદર્શની ગેલેરી થી પૌરાણિકતા વિશે અને મંદિર વિશે જાણીને આવનારી પેઢી નવયુવાનોને વિશેષ માહિતી મળશે.
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
આ  અવસરે કેન્દ્રિય ગૃહ મંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી તેઓએ કરોડો શ્રદ્ધાળુઓના કેન્દ્ર સમાન સોમનાથ ના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે અને રોડમેપ તૈયાર કરી  માર્ગદર્શન આપ્યું છે. સોમનાથ તીર્થ માં સમુદ્ર દર્શન પથ અને પ્રદર્શન અને જુના સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર નવીનીકરણ અને દાતા શ્રી ભીખુભાઈ ધામેલીયા ના પરિવાર ના સહયોગથી બનાવવામાં આવી રહેલા શ્રી પાર્વતી માતા ના મંદિર સહિતના નિર્માણ કાર્યો સહિતના પ્રકલ્પો થી સોમનાથ તીર્થમાં શ્રદ્ધાળુઓ યાત્રિકો ની સુવિધા વધશે. 
 
કેન્દ્રિય ગૃહ મંત્રીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર નું સંકલન તેમજ સોમનાથ ટ્રસ્ટ તેમજ દાતાઓના સહયોગથી વિકાસના યાત્રિકોની સેવા ને લગતા અનેક કાર્યો થઇ રહ્યા છે તેની રૂપરેખા આપી હતી.અમિત  શાહે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલી દર્શનની સુવિધા તેમજ સ્વચ્છતાના મહત્વના કાર્યો સતત થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને સોમનાથ મંદિરનું ગૌરવ ગરિમા અને દિવ્યતા સાથે મહાત્મયની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
 
મુખ્યમંત્રી વિજય  રૂપાણી
આ પ્રસંગે સોમનાથ ખાતે લોકાર્પણ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સુવિધા માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. સોમનાથ મંદિરની ગરિમા ગૌરવ આભને સ્પર્શી  રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર સોમનાથ તીર્થ સ્થળના વિકાસ કાર્યમાં હર હંમેશ  પ્રતિબદ્ધ છે.
  
સોમનાથ સહિત ગુજરાતના તીર્થસ્થળો ના વિકાસ માટે શ્રેણીબદ્ધ માળખાગત કામો હાથ ધરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા દરમિયાન અને કોરોનાની મહામારી દરમિયાન અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે તેની માહિતી આપી સોમનાથ તીર્થ સ્થળોમાં શ્રદ્ધાળુઓનો યાત્રિકોનો વધારો થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ દર્શનની જે વ્યવસ્થા થઈ છે તેને પણ આવકારી હતી.મુખ્યમંત્રીએ સોમનાથમાં યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે તે અંગે માહિતી આપી રાજ્ય સરકાર દ્વારા પણ પર્યટન વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યોની રૂપરેખા આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોની વધુ એક વેક્સિન મળશે- ઝાયડસની કોરોના વેક્સિનને લીલી ઝંડી