Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેંગાઇ ડાયન ખાયે જાત હૈ, ફરી વધશે દૂધના ભાવ, અમૂલના એમડીએ જણાવ્યું કારણ, જાણો ડીટેલ

Webdunia
બુધવાર, 6 એપ્રિલ 2022 (13:01 IST)
અમૂલ દૂધના ભાવ ફરી વધી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊર્જા, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધના ભાવમાં વધારો થઈ શકે છે. જો કે, તેમણે કહ્યું કે દર કેટલો વધશે તે તેઓ કહી શકે તેવી સ્થિતિમાં નથી.
 
અમૂલના એમડી આરએસ સોઢીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહીંથી કિંમતો ઘટી શકે નહીં પરંતુ વધશે. સોઢીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાએ છેલ્લા બે વર્ષમાં 8 ટકા ભાવમાં વધારો કર્યો છે, જેમાં ગયા મહિને દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો સામેલ છે.
 
તેમણે વધુમાં કહ્યું કે તેમના ઉદ્યોગમાં મોંઘવારી ચિંતાનું કારણ નથી કારણ કે ખેડૂતોને ઉત્પાદનના ઊંચા ભાવથી ફાયદો થઈ રહ્યો છે. સોઢીએ જણાવ્યું હતું કે, "અમુલ અને ડેરી સેક્ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ અન્યની સરખામણીમાં અથવા ઈનપુટ ખર્ચમાં વધારો ખૂબ જ મર્યાદિત છે."
 
તેમણે કહ્યું કે ઊર્જાના ભાવ એક તૃતિયાંશ વધી ગયા વધુ વધી ગયા છે. જે કોલ્ડ સ્ટોરેજના ખર્ચને અસર કરે છે. લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ એ જ રીતે વધારો થયો છે અને તે જ રીતે પેકેજિંગના કિસ્સામાં પણ વધારો થયો છે. આ દબાણોને કારણે દૂધમાં 1.20 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
 
તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન ખેડૂતોની પ્રતિ લિટર આવક પણ વધીને ₹4 પ્રતિ લિટર થઈ ગઈ છે. સોઢીએ જણાવ્યું હતું કે વિવિધ સમસ્યાઓના કારણે કંપનીના નફામાં ઘટાડો થયો છે. પરંતુ અમૂલ આવા દબાણોની ચિંતાનથી કારણ કે પ્રોફિટ-બુકિંગ એ સહકારીનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. અમૂલ દ્વારા કમાતા એક રૂપિયામાંથી 85 પૈસા ખેડૂતોને જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

આગળનો લેખ
Show comments