Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસાદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ આવશે, 103 હત્યાના આરોપી અતિક અહેમદને સાબરમતી જેલમાં મળશે

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (07:50 IST)
ગુજરાત નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે ગુજરાતમાં અલગ અલગ રાજકીય પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ સમયે હવે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે  ગુજરાત આવી રહ્યા છે. હાલ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ UPના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને ઓવૈસી મળશે. ત્યારબાદ અમદાવાદના ટાગોર હોલમાં ઓવૈસી બુધ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે.
 
આ અગે અમદાવાદ AIMIMના સબીર કબલીવાળાએ જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવશે, જેમનો શિડ્યુલ તૈયાર થઈ ગયો છે. અને તેઓ જેલમાં અતિક અહેમદને મળવા જશે.ગુજરાતમાં AIMIMના નેતા ઓવૈસી 20મી સવારે અમદાવાદ આવશે. 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં બપોરે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.બરેલીથી પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાં ખસેડાયેલા માફિયામાંથી નેતા બનેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 જૂને 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

આગળનો લેખ
Show comments