Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અસાદુદ્દીન ઓવૈસી 20મી સપ્ટેમ્બરે અમદાવાદ આવશે, 103 હત્યાના આરોપી અતિક અહેમદને સાબરમતી જેલમાં મળશે

અસાદુદ્દીન ઓવૈસી 20મી સપ્ટેમ્બરે અમદાવાદ આવશે, 103 હત્યાના આરોપી અતિક અહેમદને સાબરમતી જેલમાં મળશે
, શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (09:09 IST)
ગુજરાત નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે ગુજરાતમાં અલગ અલગ રાજકીય પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ સમયે હવે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી 20મીએ ગુજરાત આવી રહ્યા છે. હાલ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ UPના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને ઓવૈસી મળશે. ત્યારબાદ અમદાવાદના ટાગોર હોલમાં ઓવૈસી બુધ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે.

આ અગે અમદાવાદ AIMIMના સબીર કબલીવાળાએ જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવશે, જેમનો શિડ્યુલ તૈયાર થઈ ગયો છે. અને તેઓ જેલમાં અતિક અહેમદને મળવા જશે.ગુજરાતમાં AIMIMના નેતા ઓવૈસી 20મી સવારે અમદાવાદ આવશે. 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં બપોરે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.બરેલીથી પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાં ખસેડાયેલા માફિયામાંથી નેતા બનેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 જૂને 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ન્યૂઝીલૅન્ડે રદ કર્યો પાકિસ્તાન પ્રવાસ