Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બજેટ Live - નાણામંત્રી નીતિન પટેલની જાહેરાત, ગુજરાતને ફાટકમુક્ત બનાવાશે

Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (01:06 IST)
નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે.   લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર પુર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરે છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આજે પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ બજેટ રજૂ કર્યું હતુ. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહ્યાં છે. 
 
 
-  ખેડૂતો માટે બોલતા નીતિનભાઈએ જણાવ્યું કે, ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પીએમ મોદીએ કેન્દ્રનાં બજેટમાં જે ખેડૂત માટેની જાહેરાત થઇ છે તે માટે રાજ્યનાં તંત્રએ ખેડૂતની મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે જેનાથી ખેડૂતોને લાભ મળશે.
 
- 700 ઇલેક્ટ્રિક બસો મહાનગરો અને નગરપાલિકાને અપાશે
- ટીપી સ્કીમ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 500 કરોડની ફાળવણી
- રાજ્યની મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફ્લાય ઓવર બનશે
-  સૌનો સાથ, સૌનો વિકાસ સાચા અર્થમાં ચરિતાર્થ
- ખેડૂતની ઉત્પાદક્તા વધારવા સિંચાઈ યોજનાઓને બળ આપ્યું
-   2174 કરોડના ટેકાના ભાવે ઉત્પાદનોની સરકારે ખરીદી કરી
-  ગુજરાતના ખેડૂતોને મોટી નાણાંકીય મદદ મળશે
-   રેલવેની ફાટકોના નિવારણ માટે વિશેષ ઉપય .. ફાટક મુક્ત ગુજરાત કરવાની તૈયારી 
-   જેમ જેમ ફોર્મ ભરાશે તેમ તેમ ખેડૂતોને મદદ મળશે
-  ખેડૂતોને વધુ વિજળી આપવાથી સરકાર પર રૂ.436 કરોડનું ભારણ
-  અછત સમયે 6.84 કરોડ કિ.ગ્રા. ઘાસનું વિતરણ
-  96 તાલુકાના 6174 ગામ અછતગ્રસ્ત જાહેર કર્યા
-  53 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પાકવીમા યોજનામાં આવરી લેવાયો
- ખેડૂતો માટે રૂ.500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉભુ કરાશે
-  રાજ્યની મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફ્લાય ઓવર બનશે
-  અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3, જૂનાગઢમાં ફ્લાયઓવર બનશે
-  દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ બનશે ફ્લાય ઓવર
- 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં 7.64 લાખ પરિવારોને આવસ પુરા પડાશે
- વ્યાજબી ભાવની દુકાનના વેપારીઓ ને કવીંટલ દીઠ અપાતું કમિશન 102 રૃપિયાથી વધારી 125 કરાયું, 1 માર્ચથી અમલ , વાર્ષિક કમિશન 242 કરોડમાં55 કરોડનો વધારો થશે
- રાજ્ય સરકાર અમલમાં મુકશે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments