Webdunia - Bharat's app for daily news and videos

Install App

T20 WC 2021: IND vs PAK થી પહેલા પાછો આવ્યો મૌકા-મૌકા, પાક ફૈનને ફોડવા માટે આપવામાં આવશે ફ્રી ટીવી

Webdunia
શનિવાર, 23 ઑક્ટોબર 2021 (12:19 IST)
એક વાર  ફરી ગલીઓ સુમસામ થવાની છે... ભારત અને પાકિસ્તાનમાં ફરી એકવાર 'કરફ્યુ' લાગુ થવા જઈ રહ્યો છે. કારણ કે ક્રિકેટની સૌથી મોટી લડાઈ 70 યાર્ડના સર્કલ અને 22 યાર્ડની સ્ટ્રીપ પર થવાની છે. ટી-20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન મેચની વાત કરવામાં આવી રહી છે. આ મુકાબલાનુ વાતાવરણ  તૈયાર થવા લાગ્યુ છે.  ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ એક કલાકમાં જ વેચાઈ ગઈ હતી અને હવે આ મેચ પહેલા પ્રખ્યાત ચાન્સ-મૌકા એડનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. 
 
હંમેશની જેમ મૌકા-મૌકા એડ બેમિસાલ છે. તેનો પ્રોમો રજુ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.  સ્ટાર સ્પોર્ટ્સે આ એડનો પ્રોમો ટ્વીટ કર્યો અને લખ્યું, 'તમે જાણો છો કે ભારત-પાકિસ્તાન મેચ હવે દૂર નથી. આશા છે કે તમે આવનારી એડને લઈને પણ મેચ જેટલાજ ઉત્સાહિત રહેશો. 
 
 
નવી મૌકા-મૌકા જાહેરાતમાં, એક પાકિસ્તાની ચાહક દુબઈના એક ટીવી શોરૂમમાં ફટાકડા લઈ જાય છે, જે હિન્દુસ્તાનીની માલિકની છે. પાકિસ્તાની ચાહકે મોટું ટીવી બતાવવાનું કહ્યું. આ દરમિયાન તે ફેન ભારતીય ફેન્સને પાકિસ્તાની ટીમની જોરદાર બેટિંગ વિશે જણાવે છે. પાકિસ્તાની ફેન કહે છે- બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન દુબઈમાં એવી સિક્સર મારશે કે દિલ્હીના કાચ તૂટી જશે. મોકો છીનવી લેશે. આ પછી, ભારતીય દુકાનદાર પાકિસ્તાનના ચાહકને એક નહી બે-બે ટીવી આપે છે. ભારતીય દુકાનદાર કહે છે કે 'તમે T20 વર્લ્ડ કપમાં અમારી સામે પાંચ વખત હારી ગયા છો. હવે ફટાકડા ફૂટવા રહ્યા. તો કંઈક તો ફોડશો, એક ખરીદો, બીજુ મફતમાં તોડો. એક પર એક ફોડવાનો મોકો છે મોકો. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments