ટી 20 વર્લ્ડ કપ શરૂ થઈ ચુક્યો છે. ચાહકોને સૌથી વધુ આતુરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે યોજાનારી સુપર -12 મેચની છે. જોકે, જમ્મુ -કાશ્મીરમાં થયેલી આતંકવાદી ઘટનાઓ બાદ ભારતના લોકો આ મેચને લઈને બે જૂથમાં વહેંચાઈ ગયા છે, કેટલાક ચાહકો માને છે મેચ થવી જોઈએ
સાથે જ કેટલાક ચાહકો ઈચ્છે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મેચ રદ્દ કરે, પરિણામ ગમે તે હોય. આ અંગે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થયું છે. જે ચાહકો મેચ નથી ઈચ્છતા તેઓ માને છે કે આપણે ભારતીય નાગરિકો અને સૈનિકોની હત્યા કરનારા આતંકવાદી દેશ પાકિસ્તાન સાથે મેચ રમીને તેમને યોગ્ય જવાબ આપી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં છેલ્લા 10 દિવસમાં આતંકવાદીઓએ 11 લોકોની હત્યા કરી છે. આવી સ્થિતિમાં કરોડો ભારતીયોમાં આ હત્યાઓને લઈને ભારે રોષ છે. દેશનો મોટો વર્ગ પાકિસ્તાન સામે મેચ ન રમવાની માંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે જો ભારત પાકિસ્તાન સામે મેચ રમવાની ના પાડે છે, તો વર્લ્ડ કપ પર શું ફરક પડી શકે છે
1. પાકિસ્તાનને સહેલાઈથી મળશે અંક - જો ભારત રમવાની ના પાડે તો પાકિસ્તાનને બે પોઇન્ટ મળશે. તેમજ ભારતને કોઈ પોઈન્ટ નહી મળે. સુપર-12 રાઉન્ડ પછી બે ગ્રુપમાંથી માત્ર ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ભારત માટે આગળ વધવું મુશ્કેલ બનશે. પાકિસ્તાન સિવાય ભારતના ગ્રુપમાં વધુ બે મજબૂત ટીમો છે. જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમોનો સમાવેશ થાય છે.
2. આઈસીસી ભારત પર લગાવી શકે છે પ્રતિબંધ
જો ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ નહીં રમે તો પોઇન્ટ ગુમાવવા સાથે ભારતીય ટીમ પર પ્રતિબંધ પણ લગાવી શકાય છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC), ક્રિકેટની સંચાલક પરિષદ દ્વારા લગાવી શકાય છે. આ સાથે, ICC ભારત પર નાણાકીય દંડ પણ લગાવી શકે છે. આવી સ્થિતિમાં, મજબૂત સંસ્થા હોવા છતાં, BCCI કંઈ પણ કરી શકશે નહીં.
3. ટુર્નામેન્ટમાં લાભને બદલે નુકસાન થશે
બોર્ડ ચોક્કસપણે ઈચ્છતું નથી કે ભારત-પાકિસ્તાન મેચ થાય. બોર્ડ આ મેચ અને તેના પ્રમોશનથી કેટલાય કરોડની કમાણી કરે છે. ખાસ કરીને બીસીસીઆઈ પોતે જ આ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે તે ધ્યાનમાં લેતા, ભારતના નહી રમે ટુર્નામેન્ટની લોકપ્રિયતા પર અસર પડી શકે છે.
4. ફાઈનલ કે સેમીફાઈનલ મેચ થશે તો શુ કરીશુ ?
ચાલો એક વાર માની લઈએ કે ભારત પાકિસ્તાન સાથે રમતું નથી. છતા પણ જો ટીમ સેમીફાઇનલમાં પહોંચી જાય તો પાકિસ્તાન સાથે ભારતની મેચ સેમીફાઇનલ અથવા ફાઇનલમાં જ અટવાઇ જાય, તો બીસીસીઆઇ તે સ્થિતિમાં શું કરશે? આવી સ્થિતિમાં જો ભારત પાછળ હટી જાય તો પાકિસ્તાનને વિજેતા જાહેર કરવામાં આવશે. જે ભારત માટે શરમજનક બાબત રહેશે
5. રમીને હરાવવુ એ સૌથી મોટી થપ્પડ
જો ભારત આ મેચ રમે અને પાકિસ્તાનને હરાવે તો તે પાકિસ્તાનના મોઢા પર આ સૌથી મોટો તમાચો હશે. મેચ રદ કરવાથી પાકિસ્તાનને ઉજવણી કરવાની તક મળશે અને પાકિસ્તાનની ટીમ પણ એવું જ ઈચ્છે છે. આંકડા પણ ભારતની તરફેણમાં છે. ટી 20 વર્લ્ડ કપમાં બંને વચ્ચે પાંચ મેચ રમાઈ છે અને ભારતે આ તમામ મેચ જીતી છે.
6. મુંબઈ હુમલા પછી બગડ્યા સંબંધો
મુંબઈના 2008ના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. સાથે જ નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન અને ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા બાદ આ સંબંધ વધુ ખરાબ થયા. 2007-08 બાદ બંને ટીમો વચ્ચે કોઈ ટેસ્ટ શ્રેણી રમાઈ નથી. આઈસીસી ટુર્નામેન્ટ દ્વારા જ ભારત અને પાકિસ્તાન સામસામે આવી ગયા છે.
7. છેલ્લા નવ વર્ષમાં એક પણ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી
આતંકવાદી હુમલો અને યુદ્ધવિરામના ઉલ્લંઘનનું પરિણામ એ આવ્યું કે ભારત અને પાકિસ્તાને છેલ્લા નવ વર્ષમાં એક પણ દ્વિપક્ષીય મેચ રમી નથી. બંને વચ્ચે અંતિમ ટી 20 અને વનડે શ્રેણી ડિસેમ્બર 2012માં રમાઈ હતી. ટી 20 શ્રેણી 1-1થી ડ્રો રહી, જ્યારે વનડે શ્રેણી પાકિસ્તાને 2-1થી જીતી હતી.