Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarangpur Hanuman- સાળંગપુર હનુમાનજી નો ઇતિહાસ

Webdunia
મંગળવાર, 5 નવેમ્બર 2024 (12:32 IST)
Sarangpur Hanuman temple history-  સાળંગપુર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા જિલ્લાના બોટાદ તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. શ્રી કષ્ટભંજનદેવની શરણમાં આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછો ગયો નથી. તેમની મનોકામના સદૈવ પૂર્ણ થઈ છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.

 
 
શ્રી કષ્ટભંજન હનુમાનજી - સાળંગપુર મંદિર દર્શન સમય
 
શણગાર આરતી (સોમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિ) સવારે 05:45  કલાકે
મંગળા આરતી (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 05:30 કલાકે
શણગાર આરતી (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 07:00 કલાકે
રાજભોગ થાળ (દર્શન બંધ) સવારે 10:30 થી 11:15 કલાક
દર્શન બંધઃ બપોરે 12:00 થી 3:30 કલાક
સંધ્યા આરતીઃ સાંજે 06:30 કલાકે
થાળ (દર્શન બંધ) સાંજે 06:45 થી 07:45 કલાક
શયન (દર્શન બંધ) રાતે 09:00 થી સવારે 05:30 કલાક
 
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્‍વ છે.
 
કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે.
 
સાળંગપુરનો ઈતિહાસ
સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.
 
સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850 એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં જ કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા. આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુ:ખ દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું.
 

ભક્તો માટે સુવિધાઓ
દાદાના દર્શન માટે આવતા ભક્તો માટે અહીં પૂરતી સુવિધાઓ છે. મંદિર પરિસરમાં સુવિધાસજ્જ 1,050 રુમો ધરાવતું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન નિર્માણકાર્ય કાર્યરત છે.
 
સમુહમાં કે પરિવાર સાથે આવતાં યાત્રાળુઓ માટે એસી-નોન એસી રુમ્સ અટેચ બાથરૂમ સાથે, ડોર્મેટ્રી, પાર્કિંગ એરિયા, ચુસ્ત સલામતી, પ્રસાદ, પીવાનું શુદ્ધ પાણી, સાહિત્ય ભંડાર
 
ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય
દર મહિને 7.50 લાખથી વધુ અને વર્ષે 90 લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓ ગુજરાતનાં સૌથી મોટા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન પામે છે. 

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિલની બંધ નસોને ખોલી શકે છે આ કાઢો, હાર્ટ બ્લોકેજને કરશે દૂર શિયાળામાં જરૂર કરો આનુ સેવન

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

સ્તનપાન દરમિયાન મહિલાઓ માટે બ્રા પહેરવી યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

Bajra Roti Tips: ક્યારે ન તૂટશે બાજરીનો રોટલો જાણી લો આ સરળ ટ્રિક્સ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

આગળનો લેખ
Show comments