Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kali Chaudas 2024 Upay: અકાળ મૃત્યુથી મેળવવા માંગો છો છુટકારો ? તો કાળી ચૌદસના દિવસે જરૂર કરો આ ઉપાય

Remedies for kali chaudas
, બુધવાર, 30 ઑક્ટોબર 2024 (13:18 IST)
Kali Chaudas 2024: દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે કાળી ચૌદસ ઉજવાય છે. આજે એટલે કે 30 ઓક્ટોબરના રોજ કાળી ચૌદસ ઉજવાય રહી છે.  છોટી દિવાળીને નરક ચતુર્દશી, નરક ચૌદસ અને કાળી ચૌદસ પણ કહેવામાં આવે છે. છોટી દિવાળીના દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવાની પરંપરા છે. જો તમે પિતૃ દોષ અથવા અકાળ મૃત્યુથી છુટકારો મેળવવા માંગતા હોવ તો છોટી દિવાળીના દિવસે લેવામાં આવેલા કેટલાક સરળ ઉપાયો તમારી સમસ્યાને દૂર કરી શકે છે.
 
ધાર્મિક માન્યતા મુજબ કાળી ચૌદસના દિવસે કેટલાક ઉપાયો કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળી શકે છે અને સાથે જ મૃત્યુના દેવતા યમરાજની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. તો આવો જાણીએ કાળી ચૌદસ એટલે નરક ચતુર્દશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.  
 
 કાળી ચૌદસનુ શુભ મુહુર્ત શુ છે  ?  
પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 30 ઓક્ટોબરે બપોરે 1.15 કલાકે શરૂ થશે. આ તારીખ બીજા દિવસે 31મી ઓક્ટોબરે બપોરે 3.52 કલાકે પૂરી થશે.  કાળી ચૌદસ પર પૂજા માટેનુ શુભ મુહુર્ત  30 ઓક્ટોબરે સાંજે 4:36 થી 6:15 સુધીનુ રહેશે.
 
કાળી ચૌદસે કોની પૂજા કરવામાં આવે છે ?  
ધાર્મિક પરંપરાઓ અનુસાર, કાળી ચૌદસના દિવસે યમરાજની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નરક ચતુર્દશીના દિવસે ભગવાન યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. તેમજ સાંજે દીપકનું દાન કરવાથી નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે.
 
કાળી ચૌદસના દિવસે શુ કરવુ જોઈએ?
કાળી ચૌદસના દિવસે સવારે ઉઠીને ભગવાન કૃષ્ણ, હનુમાનજી, યમરાજ અને મા કાલીનું પૂજન કરવું જોઈએ. નરક ચતુર્દશી (નરક ચતુર્દશી 2024) ના દિવસે ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ. કાળી ચૌદસના દિવસે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ અનાજનો ઢગલો કરો. તેના પર સરસવના તેલનો એકતરફી દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ. 
 
કાળી ચૌદસના દિવસે શુ ઉપાય કરવા જોઈએ ?( kali chaudas upay)
કાળી ચૌદસના દિવસે દીપદાન જરૂર કરો  
કાળી ચૌદસના દિવસે ઘરના મોટા સદસ્યએ યમના નામનો મોટો દિવો પ્રગટાવવો જોઈએ. 
આ ચોમુખી દિવાને આખા ઘરમાં ફેરવવો જોઈએ 
ત્યારબાદ ઘરની બહાર જઈને થોડે દૂર આ દિવાને મુકી આવો. 
ધ્યાન રાખો કે આ દરમિયાન પરિવારના બીજા સભ્ય ઘરની અંદર જ રહેવુ જોઈએ અને દિવાને ન જુએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી પર આ જગ્યાએ લગાવો લક્ષ્મીજીના પગલા