Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયપુરની શાન હવા મહેલ ઇતિહાસ શું છે? જાણો તેની રચનાની વિશે

Webdunia
ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (15:17 IST)
Hawa mahal- જયપુરમાં હવા મહેલને શહેરના સૌથી પ્રતિકાત્મક અને આકર્ષક સ્મારકોમાંનું એક ગણાય છે. આ પાંચ માળની ઈમારતને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. બારીઓ અને ઝરોખાને કારણે આ સ્થાન હંમેશા હવાદાર  રહે છે. ચાલો જાણીએ આ સ્થળના ઇતિહાસ અને વાર્તા વિશે. આ સિવાય હવા મહેલની રચના અને મુખ્ય આકર્ષણો પણ જાણો.
 
હવા મહેલ ક્યાં છે?
જયપુરના પ્રતિકાત્મક સ્થળો પૈકી એક હવા મહેલ છે, જે તેની ગુલાબી જાળીવાળી બારીઓ માટે પ્રખ્યાત છે. આ ઐતિહાસિક ધરોહર શહેરના જૂના ભાગમાં મોજૂદ છે, જેને જોયા પછી તમે થોડીવાર તેને જોતા જ રહી જશો. નામથી જ ખબર પડે છે કે પવનના મહેલ તરીકે ઓળખાતા આ ઐતિહાસિક વારસાની અંદર ઘણી બધી વાર્તાઓ સંગ્રહિત છે, જેની બારીઓની મદદથી આપણે તેમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરીશું.
 
હવા મહેલ ક્યારે બંધાયો હતો?
હવા મહેલનું નિર્માણ 1799માં જયપુરના કચવાહા શાસક મહારાજા સવાઈ પ્રતાપ સિંહ દ્વારા રોયલ સિટી પેલેસના વિસ્તરણ તરીકે કરવામાં આવ્યું હતું. આજે તે શહેરના સૌથી લોકપ્રિય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે. ચાલો આ સ્મારક વિશે બધું જાણીએ.
 
શું છે હવા મહેલની વિશેષતા?
પાંચ માળનો હવા મહેલ એક સમૃદ્ધ બાહ્ય ભાગ ધરાવે છે, જે રેકોર્ડ મુજબ, લાલચંદ ઉસ્તાદે ભગવાન કૃષ્ણના મુગટના આકારમાં ડિઝાઇન કર્યો હતો. પ્રવાસીઓ હવા મહેલના સૌથી ઉપરના ભાગમાં પહોંચવા માટે રેમ્પનો ઉપયોગ કરી શકે છે. આ સ્મારકની સૌથી આકર્ષક બાબત એ છે કે તેમાં જટિલ કોતરણીવાળી 953 નાની બારીઓ છે. આ નાની બારીઓને 'ઝારોખા' પણ કહેવામાં આવે છે.
 
જ્યારે તે વર્ષો પહેલા બાંધવામાં આવ્યું હતું, ત્યારે તેની પાછળનું કારણ એ હતું કે તે ઘણા રાજપૂત પરિવારો માટે ઉનાળામા આરામ સ્થળના રૂપમાં કામ કરતો હતો. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે તેમાંથી હવા આવતી રહે, જેથી ઉનાળા દરમિયાન રહેવાસીઓને રાહત મળે. 
 
હવા મહેલ બનાવવા પાછળનો વિચાર શું છે?
હાલના રેકોર્ડ્સ અનુસાર, આ સ્ટ્રક્ચરની ડિઝાઈન પાછળનો મૂળ હેતુ એ હતો કે શાહી દરબારની મહિલાઓ, જેઓ બહાર ન જઈ શકે, તેઓ અહીંથી શેરીઓમાં થઈ રહેલું નાટક જોઈ શકે. મહેલની બારીઓ કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી હતી જેથી સ્ત્રીઓ બારીની જાળી પાછળના દરેક દૃશ્યનો આનંદ માણી શકે. તે સમયના પરદાના કડક નિયમો અનુસાર, મહિલાઓએ પોતાનો ચહેરો ઢાંકીને રાખવો પડતો હતો અને જાહેરમાં પોતાનો ચહેરો દેખાડી શકતો ન હતો.
 
હવા મહેલના અન્ય આકર્ષણો શું છે?
આ ઈમારતની પાછળ એક મોટો અને ભવ્ય દરવાજો બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા મહેલની અંદરથી હવા મહેલમાં પ્રવેશી શકાય છે કારણ કે સામેથી પ્રવેશવાનો કોઈ રસ્તો નથી. હવા મહેલના સૌથી ઉપરના ભાગમાં જઈને, તમે જંતર-મંતર, સર દેવરી બજાર અને સિટી પેલેસ જેવા ઘણા વધુ સુંદર દૃશ્યો જોઈ શકો છો. આ સિવાય હવા મહેલની અંદર એક નાનું મ્યુઝિયમ પણ છે, જેમાં તમને ઘણી ઐતિહાસિક વસ્તુઓ જોવા મળશે. તેથી આગલી વખતે જ્યારે પણ તમે પિંક સિટી એટલે કે જયપુરની મુલાકાત લેવાનું આયોજન કરો, તો આ ગુલાબી ઈમારતની મુલાકાત લેવી. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

આગળનો લેખ
Show comments