- દેશભરમાં કરોડોની ફી અને વિદ્યાર્થીઓનુ ભવિષ્ય સંકટમાં
- જયપુરથી નાગપુર સુધી અનેક શહેરોમાં સેંટર વિરુદ્ધ પ્રદર્શન
- તપાસ એજંસીઓની નજર કોચિંગના બેંક ખાતાઓ પર
- ઉત્તર પ્રદેશમાં 2 કરોડની ઠગીનો મામલો નોંધાયો
દેશના એક જાણીતા કોચિંગ સેંટર ફિટજીનો એક નવો સ્કેમ સામે આવ્યો છે. જાણવા મળ્યુ છે કે આ કોચિંગ સેંટર દેશના અનેક શહેરોમાં પોતાના સેંટર્સ પર તાળા લગાવીને ગાયબ થઈ ગયા છે. જયપુર, નાગપુર, ઇન્દોર, ભોપાલ, ગ્વાલિયર, જબલપુર સહિત ઘણા શહેરોમાંથી FIITJEE સેન્ટર બંધ થવાના સમાચાર આવી રહ્યા છે.
એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ માટે સેંટરને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે કે તેઓ પ્રોફિટ કમાવી શકતા નથી. રિપોર્ટ મુજબ અનેક શહેરોમાં એ બાળકોના પેરેંટ્સ ફિટ્જી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે જેમના બાળકો આ સેંટરમાં અભ્યાસ કરી રહ્યા હતા.
શુ છે મામલો - અનેક સેંટરમાંથી સમાચાર છે કે તેમનો સ્ટાફ અને ટીચર્સને પગાર મળી રહ્યો નથી. એવુ કહેવાય રહ્યુ છે કે લગભગ 4 મહિનાઓથી પગાર આવ્યો નથી. જેને કારણે ટીચર્સ કોચિંગ છોડીને ચાલ્યા ગયા છે.. ફિટ્જીની હેડ ઓફિસ દિલ્હીમાં છે અને ત્યાથી જ બધાનો પગાર વગેરે આવે છે. કર્મચારી અનેકવાર ફોન અને ઈમેલ કરી ચુક્યા છે, પણ જવાબ મળ્યો નથી.
ઈન્દોરમાં જનસુનાવણીમાં સામે આવ્યો હતો મામલો - ઈન્દોરમાં પણ આજ સ્થિતિ છે. અહી ફિટ્જી કોચિંગના બે સેંટર છે. પણ એડવાંસ ફી લીધા પછી પણ અહી કોચિંગ સેંટરમાં અભ્યાસ કરાવવામાં આવતો નથી. અનેક સ્ટુડેંટ પરેશાન છે. સ્ટાફને લાંબા સમયથી પગાર મળ્યો નથી. અનેકવાર હેડ ઓફિસમાં સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી પણ કોઈ ફાયદો થયો નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કલેક્ટર જનસુનાવણીમાં મોટી સંલ્હ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા પહોચ્યા જ્યા ફિટજી (FIITJEE) ને લઈને વિદ્યાર્થીઓના પેરેંટ્સએ ગંભીર આરોપ લગાવ્યા છે. શહેરોમાં ફિટજીની 3 બ્રાંચોમાં ક્લાસિસ અચાનક બંધ થઈ ગયા છે.
નાગપુરમાં રસ્તા પર ઉતર્યા પેરેંટ્સ - ફિટ્જી ટ્યુશન ક્લાસેસ નાગપુર બ્રાંચના પદાધિકારીઓનુ કહેવુ છે કે ફિટજીનુ હેડ ઓફિસ દિલ્હીમાં છે. ત્યાથી જ તે છેલ્લા બે મહિનાથી શિક્ષકોને પેમેંટ મળ્યુ નથી. નાગપુરમાં લગભગ 30 શિક્ષક ભણાવે છે. તેમાથી હાલ 10 થી 12 ટીચર આવતા જ નથી. તેમણે નોકરી છોડી દીધી છે. છેલ્લા બે મહિનાથી મેથેમેટિક્સ, ફિજિક્સ, કેમેસ્ટ્રી જેવા વિષય ભણાવનારા ટીચર્સે નોકરી છોડી દીધી છે. તેના એક અને બે મહિનાથી નિયમિત ક્લાસેસ થઈ રહી નથી, બીજી બાજુ લાખો ફી આપવા છતા પણ વિદ્યાર્થીઓને નિયમિત ટ્યુશનથી વંચિત રહેવુ પડી રહ્યુ છે.
જયપુરમાં ગુસ્સો ફુટ્યો, દેખાવો - જયપુરમાંથી પણ આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. અહી સેકડો સ્ટુડેંટ્સ પાસેથી કોચિંગના નામે એડવાન્સમાં તોતિંગ ફી લેવામાં આવતી હતી. આ પછી કોચિંગ સેન્ટરને તાળું મારી દેવામાં આવ્યું હતું. મામલો કોચિંગ સંસ્થાના જયપુર સેન્ટરનો છે. આ કોચિંગ સેન્ટર જવાહર લાલ નેહરુ માર્ગ, જયપુર પર સ્થિત છે. શનિવારે ડઝનબંધ વિદ્યાર્થીઓના વાલીઓએ આ કેન્દ્રની સામે પ્રદર્શન કર્યું. પેરેંટ્સનુ કહેવુ છે કે મોટી ફી એડવાંસ વસૂલ્યા પછી પણ કોચિંગ ઈસ્ટીટ્યુટે ક્લાસ લીધી નથી. પહેલા ઓનલાઈન અને પછી ઓફલાઈન ક્લાસ લગાવવાનુ કહેતા રહ્યા. જ્યારે અનેક દિવસ સુધી કોઈ ક્લાસ ન લેવામાં આવી તો માતાપિતાનો ગુસ્સો ફૂટી પડ્યો. હવે તે કોચિંગ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ઠગાઈનો મામલો નોંધાયો - ઉત્તર પ્રદેશમાં ફિટ્જીના એમડી પર 2 કરોડનો ઠગીનો મામલો નોંધવામાં આવ્યો છે. અહી સૈકડો પેરેંટ્સ અને વિદ્યાર્થી-વિદ્યાર્થીનો વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. લગભગ એક અઠવાડિયા પછી નિયમિત ક્લાસ શરૂ નથી થઈ શકી. આ પુરો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સેંટરના એક ટીચરે સોશિયલ મીડિયા ગ્રુપમાં લખ્યુ કે તેમને સેલેરી ન મળવાથી તેઓ કોચિંગ સેંટર છોડી રહ્યા છે. ત્યારબાદ જ સેંટર બંધ કરી દેવામાં આવ્યુ. રવિવારે સવારે કોચિંગ કરવા આવેલા વિદ્યાર્થીઓને જાણ થઈ કે કોચિંગ સેંટર બંધ છે.
કોણ છે સ્થાપક ડીકે ગોયલ: ડીકે ગોયલ FIIT JEE ના સ્થાપક અને અધ્યક્ષ છે. IIT-દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમણે 1992 માં FIIT JEE ની સ્થાપના કરી, જેને IIT-JEE માટે એક મુખ્ય પ્લેટફોર્મ ગણવામાં આવે છે. આ કોચિંગે એવા વિદ્યાર્થીઓ પણ તૈયાર કર્યા છે જેમણે IIT JEE પાસ કર્યું છે અને ટૈંક બિલ્ડર છે.
કેટલા સેંટર અને સ્કુલ - ઉલ્લેખનીય છે કે FIITJEE ના દેશભરમાં 73 શૈક્ષણિક સેંટર, 2 FIITJEE ગ્લોબલ શાળાઓ, 6 FIITJEE વર્લ્ડ સ્કુલ, 49 એસોસિએટ સ્કુલ છે. ઉલ્લેખનીય છે કે ફિટ્જી દેશભરમાં આઈઆઈટી જેઈઈની તૈયારી કરાવે છે.
કોચિંગના 3 ખાતા ફ્રિજ - મળતી માહિતી મુજબ મામલાની ગંભીરતાને જોતા પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી ચે. તપાસ પડતાળને કોચિંગના ત્રણ બેંક ખાતા વિશે જાણ થઈ. આ ખાતા મુંબઈ સ્થિત એક્સિસ બેંક શાખામાં ખોલવામાં આવ્યા છે. હાલ બેંક ઓફિસરો સાથે પત્રાચાર કરતા ત્રણે ખાતાઓને ફ્રીજ કર આવી દેવામાં આવ્યા છે. તેમા કેટલી રકમ છે, તેની હાલ જાણ થઈ શકી નથી.