Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક રમતોમાં પ્રતિનિધિત્વ કરનારી છ પ્રતિભાવાન મહિલા ખેલાડીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (18:45 IST)
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે.  તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ 2021માં ગુજરાતની એકસાથે 6  નારીશક્તિ–મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની 6 દિકરીઓને પ્રત્યેકને રૂ. 10 લાખની નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની આ 6 દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
 
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. 10 લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.  અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -2021 રમતો આ વર્ષે તા.23 મી જુલાઇ 2021થી તા. ૮ ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. 24  ઓગસ્ટથી તા. 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.
 
માના પટેલ (સ્વિમિંગ)માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.
 
ઈલાવેનિલ વલારીવન (શૂટિંગ)ઈલાવેનિલ મૂળ ગુજરાતી નથી, જન્મે તમિલ છે પણ ઉછેર અમદાવાદમાં થયો છે. શૂટિંગની તાલીમ પણ અહીં લીધી છે. તેણે વિવિધ સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યા છે. ઓલિમ્પિકમાં ભારત તરફથી અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં મેડલ મેળવ્યા પછી ભારતીયોનું ધ્યાન આ રમત પર પડ્યું છે. 21 વર્ષિય ઈલાવેનિલ એર રાઈફલ શૂટિંગમાં એ વર્લ્ડમાં નંબર વન સુધી પહોંચી ચૂકી છે.
 
અંકિતા રૈના (ટેનિસ)ગુજરાતમાં 11 જાન્યુઆરી 1993માં જન્મેલી અંકિતા રૈના પણ ટોક્યો ઓલિમ્પિકમાં જશે. અંકિતા ટેનિસમાં ડબલ્સ ગેમ રમશે અને ડબલ્સમાં તેની જોડી સાનિયા મિર્ઝા સાથે બનાવવાની છે. અમદાવાદમાં જન્મેલી અંકિતા 28 વર્ષની છે અને વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં 95મા ક્રમે છે. અત્યાર સુધીમાં તે 11 સિંગલ અને 18 ડબલ્સ ટાઈટલ જીતી ચૂકી છે. તેના પિતા રવિન્દરકૃષ્ણ રૈના મૂળ કાશ્મિરી પંડિત છે અને હિંસાના કારણે કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણ છોડવાનું શરૂ કર્યું ત્યારે અંકિતાનો પરિવાર પણ ત્યાંથી નીકળી ગયો હતો.
 
ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)ભાવિના પટેલ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી પેરા ટેબલ ટેનિસ રમે છે. તેમનું ટોક્યો ખાતે યોજાનારા રમતોત્સવમાં સિલેક્શન થયું છે. તેઓ 28 વાર ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5 ગોલ્ડમેડલ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝમેડલ જીત્યા છે. ઉપરાંત વર્ષ 2013માં તેમને ટાઇફોડ થયો હોવા છતાં તેઓ બેંગકોક ખાતે યોજાયેલી ઓપન ચેમ્પિયનશીપમાં સિંગલ્સ મેચમાં સિલ્વર અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યા હતા.
 
સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ)અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય સોનલ પટેલનું ટોક્યો ખાતે યોજાનાર પેરાલિમ્પિકમાં સિલેક્શન થયું છે. સોનલ પટેલે જન્મથી દિવ્યાંગ હોવાથી સારો અભ્યાસ કરીને શિક્ષક બનવાનું સપનું જોયું હતું પણ તેમાં મને સફળતા ન મળી ન હતી. બાદમાં અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી પેરા ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી સખત મહેનતથી પેરા ટેબલ ટેનિસમાં સારું પ્રદર્શન કરતી રહી હતી. હાલ તેઓ વિશ્વમાં 19માં રેન્ક પર છે.
 
પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)ગાંધીનગરની પેરા બેડમિન્ટનની મહિલા દિવ્યાંગ ખેલાડી અર્જુન એવોર્ડી પારૂલ પરમાર વર્ષ 2021માં જાપાનના ટોક્યો ખાતે યોજાનારા આગામી ઓલિમ્પિકમાં સિંગલ્સમાં રમી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ભારતના પહેલા મહિલા ખેલાડી છે જે ઓલિમ્પિકની પેરા બેડમિન્ટનમાં રમશે. આ સાથે તેઓ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કેટેગરીમાં પણ પહેલીવાર ઓલિમ્પિક રમશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments