Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 3 દિવસ વરસાદી માહોલ જામશે

હવામાન વિભાગની મોટી આગાહી  આગામી 3 દિવસ વરસાદી માહોલ જામશે
Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (18:32 IST)
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં જોરદાર થી સામાન્ય  તો ક્યાંક હળવા વરસાદ થવાની અને ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે આવી આગાહી કરી છે. એટલે આવતા ત્રણ દિવસ આખુ ગુજરાતને ગરમીના બફારાથી રાહત મળી શકે એવી શકયતા છે. 
 
અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ ગાંધીનગર સહિત હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે
 
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
 
આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,દીવમાં અતિભારે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments