Webdunia - Bharat's app for daily news and videos

Install App

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

Webdunia
શનિવાર, 11 જાન્યુઆરી 2025 (12:33 IST)
swami vivekananda
૧૯મી સદીમાં, ભારતમાં બ્રિટિશ શાસનનું વર્ચસ્વ હતું અને દુનિયા આપણને નિમ્નકક્ષાના છીએ એ દ્રષ્ટિએ જોતી હતી. તે સમયે, ભારત માતાએ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ એક એવા પુત્રને જન્મ આપ્યો, જેણે ફક્ત ભારતના લોકોનું જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ગૌરવ વધાર્યું. માતા-પિતાએ બાળકનું નામ નરેન્દ્ર રાખ્યુ. આ પછી, તેઓ આધ્યાત્મિકતામાં ડૂબી ગયા અને સ્વામી વિવેકાનંદ તરીકે જાણીતા થયા. સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા, જેમને પશ્ચિમી ફિલસૂફી સહિત વિવિધ વિષયોનું જ્ઞાન હતું. તેઓ ભારતના પહેલા હિન્દુ સાધુ હતા જેમણે સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનો સંદેશ ફેલાવ્યો. તેમણે વિશ્વમાં શાશ્વત મૂલ્યો, હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની સર્વોપરિતા સ્થાપિત કરી. તેમને માનવ જીવનને સરળ બનાવવા અનેક માર્ગદર્શક મંત્રો આપ્યા છે. આવો જાણીએ તેમના આવા જ કેટલાક અણમોલ વિચાર 
swami vivekananda

1   ઉઠો જાગો અને ત્યા સુધી ન રોકાશો જ્યા સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય 

swami vivekananda
2  જેવુ તમે વિચારો છો એવા જ બની જશો. ખુદને નિર્બળ માનશો તો નિર્બળ અને સબળ માનશો તો સબળ જ બની જશો 
swami vivekananda
3  સત્યને હજારો રીતે બતાવી શકાય છે, છતા પણ દરેક રીત સત્ય જ હશે 
 
4  બહારી સ્વભાવ ફક્ત અંદરૂના સ્વભાવનુ મોટુ રૂપ છે 
 
5  જે કોઈપણ તમને કમજોર બનાવે છે - શારીરિક, બૌદ્ધિક કે માનસિક તેને ઝેરની જેમ ત્યજી દો 
 
6 ખુદને કમજોર સમજવુ સૌથી મોટુ પાપ છે 
 
7 એક સમયમાં એક કામ કરો અને આવુ કરતી વખતે તમારી આખી આત્મા તેમા નાખી દો અને બાકી બધુ ભૂલી 
 
જાવ. 
 
8. બ્રહ્માંડની બધી શક્તિઓ પહેલાથી જ આપણી છે. એ તો આપણે છીએ કે આંખો પર હાથ મુકી દઈએ છીએ અને પછી રડીએ છીએ કે કેટલુ અંધારુ છે. 
 
9. જે દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે - તમે માની લો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો 
 
10. જે આગ આપણને ગરમી આપે છે તે આપણને નષ્ટ પણ કરી શકે છે, આ અગ્નિનો દોષ નથી
 
11  તમને કોઈ ભણાવી નથી શકતુ. કોઈ આધ્યાત્મિક નથી બનાવી શકતુ. તમારે બધુ અંદરથી સીખવાનુ છે. આત્મા કરતા સારુ કોઈ શિક્ષક નથી. 
 
12  કોઈની નિંદા ન કરો. જો તમે મદદ માટે હાથ વધારી શકો છો તો જરૂર વધારો. જો કોઈની મદદ નથી કરી શકતા હાથ જોડી લો. તમારા ભાઈઓને આશીર્વાદ આપો અને તેમને તેમના માર્ગ પર જવા દો  
 
13  જો તમે કોઈની પર ઉપકાર કરશો તો તે લોકો તમને કોઈ મહત્વ નહી આપે. પણ જેવા જ તમે એ કાર્ય કરવુ બંધ કરી દેશો તો તે તમને બદમાશ પ્રમાણિત કરવામાં પણ નહી સંકોચાય. ભાવુક વ્યક્તિ પોતાના સંબંધી-મિત્રો દ્વારા ઠગાય છે 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shani Pradosh Vrat 2025: આજે આ શુભ યોગમાં શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવશે, જાણો પૂજાનો શુભ મુહૂર્ત અને મંત્ર

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

આગળનો લેખ
Show comments