Biodata Maker

'શિક્ષક દિવસ' કેવો હોવો જોઈએ !

કલ્યાણી દેશમુખ
આજે આપણા સમાજમાં શિક્ષાનું મહત્વ વધી ગયુ છે, લોકો વધુને વધુ આગળ ભણી રહ્યા છે. પરંતુ આપણે જેમ શિક્ષાને મહત્વ આપીએ છીએ, તેમ શિક્ષકને સન્માન નથી આપતા. પહેલાં શિક્ષકના સામે બોલવાની વાત તો છોડો પણ શિક્ષકની સામે આંખ મેળવીને જોવાની પણ હિમંત શિષ્યો નહોતાં કરતા. પણ આજે શિષ્ય શિક્ષકના ખંભા ઉપર હાથ રાખી વાતો કરવાની હિમંત ધરાવે છે.

શિક્ષક એક એવી વ્યક્તિ છે જેમના હાથે આપણા આ કિમતી જીવનનું ઘડતર નક્કી થાય છે. કહેવાય છે કે શિક્ષક આપણા વ્યક્તિત્વના ચણતરનો પાયો છે, જેની વાતો સાંભળી, તેમના વિચારોને અને તેમની શિક્ષાને જીવનમાં ઉતારીએતો આ જીંદગીરૂપી ઈમારતનું ચણતર પાકું થાય અને આનો લાભ એ થાય કે જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ આવે છતાં આપણુ જીવન ન ડગમગાય. પણ જો આપણે શિક્ષાને બોજ માનીને લાદતાં રહીએ, અને શિક્ષકને એક બોરિંગ વ્યક્તિ સમજીને તેની સલાહ, તેમજ તેમના ઠપકાને હસવામાં કાઢીએ તો યુવાનીના ઉંબરે આવીને ઉભા રહીએ ત્યારે જીવનમાં આગળ વધવાના સંધર્ષ દરમિયાન જે ઠોકરો ખાવી પડે તે સમયે આપણને આપણી ભૂલોનું ભાન થાય છે.

શિક્ષક એવી વ્યક્તિ છે જે આપણને સાચુ માર્ગદર્શન કરે છે. શિક્ષક આપણા ચરિત્રનું ઘડતર કરે છે. મા-બાપ તો એક સમયે લાડમાં આપણા દોષોને પણ ઢાંકી દે છે પણ શિક્ષક આપણા દોષો અંગે વારંવાર ટોકીને, આપણને સમજાવીને, ઠપકો આપીને કે આપણને સજા આપીને હંમેશા એક સારી વ્યક્તિ બનાવવાની કોશિશ કરે છે. ખરી રીતે જોવા જઈએ તો શિક્ષક જ આપણા જીવનને ખૂબીઓથી ભરે છે.

આ શિક્ષક દિવસે તમે શું કરશો તમારા શિક્ષક માટે ? કોઈ કિમંતી ભેટ આપીને તમે તમારાં શિક્ષક પર તમારી શ્રીમંતાઈની અકડ બતાવવાની કે શિક્ષકે તમને એક વિશેષ વ્યક્તિ બનાવ્યા છે તેની કિમંત ચૂકાવવાની કોશિશ ન કરતાં કારણ કે એ તો તમે કદી જ નહી ચૂકવી શકો. શિક્ષકને સાચી ભેટ તો એ કહેવાય કે તમે તમારા શિક્ષક સામે તમારી ભૂલોને કબૂલી લો, અને તેમને વચન આપો કે ભવિષ્યમાં કદી આવી ભૂલો નહી કરો. એક વિદ્યાર્થીને જ્યારે કોઈ વિષયમાં ઝીરો નંબર મળ્યો હોય ત્યારે સૌથી વધુ દુ:ખ શિક્ષકને થાય છે કારણકે તેમને એવું લાગે છે કે શુ હું આટલું ખરાબ ભણાવું છુ, પણ જ્યારે એ જ વિદ્યાર્થી સારા નંબરે પાસ થઈ જાય છે ત્યારે શિક્ષક જેટલી ખુશી કોઈને થતી નથી. હું તો એવા પણ શિક્ષકો જોયા છે, જે પોતાના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓને મોટા પદ પર બેસેલાં જોઈને એક અદ્ભૂત સંતુષ્ટિ અનુભવે છે, પછી ભલેને તે ઉચ્ચપદ પર બેસેલો વિદ્યાર્થી તેમને ભૂલી ગયો હોય.

શિક્ષક તમારી ભેટથી નહી પણ તેમને શીખવાડેલી વાતોને તમે જીવનમાં ઉતારી છે તે જોઈને ખુશ થશે. તમને કદી એવું લાગતું હશે કે શિક્ષકને હોશિયાર વિદ્યાર્થી વધુ વહાલાં લાગે છે, પણ એવું નથી હોતું, શિક્ષક માટે બધા વિદ્યાર્થી એક જેવા હોય છે. એ પ્રેમ એમનો તે વિદ્યાર્થી પ્રતિ જ નહી પણ તેમને આપેલી શિક્ષા ક્યાંક તો સફળ થઈ રહી છે એવું અનુભવીને તે તેઓ તે વિદ્યાર્થી પ્રતિ પોતાની ખુશીની ભાવના વ્યક્ત કરે છે. અને જેઓ ભણવામાં કાંચા છે તેમની તરફ જોઈને પોતાની અસફળતાને કેવી રીતે સફળતામાં ફેરવવી તે વિચારતાં હોય છે.

આવો આજના આ શિક્ષક દિવસે આપણે આપણા શિક્ષકને કેટલાંક વચનો આપીએ, અને થોડાંક દિવસોમાં તેને પુરા કરીને શિક્ષકને અમૂલ્ય ભેટ આપીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IPL 2026 Points Table: કલકત્તા vs પંજાબ મેચ રદ્દ, છતાં પણ બદલાય ગયું પોઈન્ટ ટેબલ, બે ટીમોનું ન ખુલ્યું ખાતું

ટેસ્ટમાંથી સંન્યાસ લીધા પછી બદલ્યા વિરાટ કોહલીના તેવર, અશ્વિને બતાવ્યું T20 માં કેમ થઈ ગયા છે ખતરનાક

KKR એ ઓક્શનમાં બરબાદ કરી નાખ્યા 25 કરોડ, 26 વર્ષના આ ખેલાડીએ ટીમને આપ્યો ખૂબ મોટો દગો

PM મોદી, અમિત શાહ, CM યોગીથી લઈને મિથુન ચક્રવર્તી સુધી, BJP એ બંગાળમાં ઉતાર્યા 40 સ્ટાર પ્રચારક, જુઓ લીસ્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન: બોલ્યા 'મંગળવાર ઈરાનના અંતની રાત બની શકે છે'

વધુ જુઓ..

ધર્મ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments