Biodata Maker

Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (17:00 IST)
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી. 
 
બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ કરો. 
 
હવે તેમાં અડઘો કપ દૂધ અને ઇલાયચીના દાણા નાંખો અને સામાન્ય આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઈમાં મગની દાળ અને 1 કપ પાણી નાંખો. કઢાઈ પર ઢાંકણ લગાવી દો અને લગભગ 7 મિનિટ સુધી મધ્યમ મધ્યમ આંચ પર રાંધો. જો કઢાઈમાં વધુ પાણી હોય તો તેને મોટી આંચ કરીને બાળી દો. 
 
ત્યાંસુધી ચોખાના લોટમાં ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. ત્યારબાદ દૂધ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરો અને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લુઆ પાડી તેને હથેળી પર રાખી સપાટ કરી લો. પછી તેમાં મગની દાળની સામગ્રી ભરો અને મોદકનો આકાર આપો.
 
આ રીતે બધી સામગ્રીમાંથી મોદક તૈયાર કરો અને એક સ્ટીલના વાસણમાં રાખો. હવે પ્રેશર કૂકરમાં 4 કપ પાણી નાંખો અને તેમાં મોદક ભરેલું સ્ટીલનું વાસણ મૂકી દો. ચાર સીટી વાગે ત્યાંસુધી મોદક બાફી લો. જ્યારે વરાળ બહાર નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલી લો. તૈયાર છે ગણપતિદાદા માટે પ્રસાદ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદમાં વાહનવ્યવહારનો 'મેગા પ્લાન': 2030 કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે લક્ઝરી અને ST બસોની એન્ટ્રી પર પ્રતિબંધ

ગુજરાત સરકાર–L&T વ્યોમા વચ્ચે MoU: ધોલેરામાં 25 હજાર કરોડના AI ડેટા સેન્ટર પ્રોજેક્ટની જાહેરાત

સુરેન્દ્રનગરમાં નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના અભિવાદન કાર્યક્રમ

IND vs SA: અમદાવાદની પીચ પર જોવા મળશે બેટ્સમેનોનો જાદુ ફરી કે પછી બોલરો ભારે પડશે ? આવો રહી શકે છે Pitch નો મિજાજ

દેશમાં આતંકવાડીઓનું વધુ એક કાવતરું નિષ્ફળ, તમિલનાડુથી 6 આતંકવાદીઓની ધરપકડ, એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments