જો કે આ હાર છતા પીવી સિંધુએ ઈતિહાસ રચી દીધો. પીવી સિંધુ એશિયાડમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય બેંડમિંટન ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે સિગલ્સમાં ભારતની જ સાયના નેહવાલે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યો.
ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી 44 મેડલ જીતી લીધા છે. તેને 8 ગોલ્ડ 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યા છે. ભારતે ગ્વાંગ્જો ગેમ્સમાં સૌથી વધુ 65 મેડલ જીત્યા હતા.