કૉમનવેલ્થ ગેમ્સના 9માં દિવસની શરૂઆત શાનદાર રહી. શૂટરોના નિશાનાથી સોનાના મેડલ મળી રહ્યા છે. 15 વર્ષના અનીષે પુરૂષોની 25 મીટર રૈપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. તેમણે ભારતના ખાતામાં 16મો ગોલ્ડ નાખ્યો. ફાઈનલમાં તેમણે કોમનવેલ્થ રેકોર્ડ સાથે 30 અંક મેળવ્યા. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ ઓસ્ટ્રેલિયાના સજેઈ ઈવગ્લેવસ્કી (28 અંક)એ જીત્યો. જ્યારે કે બ્રોન્ઝ ઈગ્લેંડના સૈમ ગોવિન (17 અંક)ના ભાગે આવ્યો.
આ પહેલા શૂટિંગમાં ભારત માટે એક સાથે બે મેડલ આવ્યા. મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પૉઝિશનમાં 37 વર્ષની તેજસ્વિની સાવંતે ગોલ્ડ પર નિશાન સાધ્યુ. જ્યારે કે તેમની હમવતન અંજુમ મૌદગિલે સિલ્વર મેડલ મળ્યો. ફાઈનલમાં તેજસ્વિનીએ કૉમનવેલ્થ રેકોર્ડ સાથે 457.9 અંક મેળવ્યા. જ્યારે કે અંજુમ (455.7 અંક) સાથે બીજા સ્થાન પર રહી. આ સ્પર્ધાનો બ્રોંઝ સ્કૉટલેંડની સિયોનાઈડ મૈકિનટોશ (444.6)ને મળ્યો. તેજસ્વિનીનો વર્તમાન કોમનવેલ્થમાં આ બીજો પદક છે. આ પહેલા તેણે 50 મીટર રાઈફલ પ્રોનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
શૂટિંગમાં ભારતના કુલ પદકોની સંખ્યા 15 થઈ ગઈ છે, જેમા 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોંઝ સામેલ છે. આ સાથે જ શૂટિંગમાં સર્વાધિક 6 ગોલ્ડ મેળવી ચુક્યો છે. વેટલિફ્ટિંગમાં ભારતે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે.
જાણો કોમનવેલ્થમાં કયા દેશે કેટલા મેડલ જીત્યા..