Dharma Sangrah

રાંધણ છઠ 2025- રાંધણ છઠ શુંં છે ? જાણો મહિમાનુ આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે રાંધણ છઠનો ઈતિહાસ

Webdunia
સોમવાર, 11 ઑગસ્ટ 2025 (22:26 IST)
ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટાભાઈનો જન્મ થયો હતો.શ્રાવણ મહીનામાં કૃષ્ણ જન્માષ્ટમીથી એક દિવસ પહેલા વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે.

ભાદરવાના કૃષ્ણ પક્ષ ના દિવસે પડનારા આ દિવસ ને રાંધણ છઠના નામથી ઓળખવામાં આવે છે.  તેથી આ દિવસે પણ વ્રત અને ભગવાનની પૂજા કરવાનુ વિધાન છે. વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.  
 
આ શુભ તહેવારને હળષષ્ટી, હળાછઠ, હળછઠ વ્રત, ચંદન છઠ, તિનચ્છી, તિન્ની છઠ, લલ્હી છઠ, કમર છઠ કે ખમાર છઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે.  સાથે જ આ દિવસે હળની વિશેષ પૂજા કરવામાં આવે છે. 
 
રાંધણ છઠના દિવસે શુ કરવામાં આવે છે ?
 - શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે, જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી. તેથી જ ઘરની મહિલાઓ છઠના દિવસે રાંધીને ભોજન તૈયાર કરે છે.
- તમામ પ્રકારની વાનગીઓ રાત્રે  12 વાગ્યા પહેલા રાંધવામાં આવે છે અને રાત્રે  12 વાગ્યા પહેલા સ્ટવ બંધ કરી દેવામાં આવે છે. 
-  ત્યાર બાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે, બીજા દિવસે એટલે કે શીતળા સાતમ રાત્રે બાર વાગ્યા પછી શરૂ થાય છે.
-  આ દિવસે ઘણી જગ્યાએ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીનો દિવસ છે.
- આ દિવસે ગાયના દૂધને બદલે ભેંસના દૂધનું સેવન કરવામાં આવે છે.
- આ ઉપરાંત ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામના શસ્ત્ર 'હળ'ની પૂજા કરવામાં આવે છે.
- વ્રત પૂર્ણ કર્યા પછી સાત્વિક આહાર લેવામાં આવે છે.
- રાંધણ છઠના દિવસે વિશેષ વ્યંજન બનાવવામાં આવે છે 
- આ દિવસે જે ખાવાનુ બને છે તે 24 કલાક રહે છે. બધી મહિલાઓ તેમા લાગી જાય છે. કેટલાક લોકોને મસાલેદાર અને કેટલાકને તળેલુ ભાવે છે. 
- આ દિવસે બનનારુ ખાવાનુ રોજ કરતા જુદુ હોય છે. લોકો આ દિવસે ક્ષેત્રીય ઉપરાંત કેટલાક એવા વ્યંજન પણ બનાવે છે જે વધુ દિવસ સુધી સ્ટોર કરી શકાય. 
 - આ દિવસે બનનારા વિશેષ  વ્યંજનમા જેવા કે મીઠાઈ, પફ, ગુલાબ જામુન, શક્કરપારા, મોહનથાળ, શાક, ભરેલા મરચાં, બાજરીના રોટલા, વિવિધ પુરી, થેપલા, મીઠા ઢેબરા, પરાઠા, તીખા ઢેબરા, સાબુદાણા ખીચડી, મમરા, વડા, શીરા. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી, સેન્ડવીચ, દાબેલી, દિવસ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે.
 
આ દિવસે શુ ન કરવુ ?
 
- આ દિવસે બનતી રસોઈ શીતળા માતાનો પ્રસાદ પણ કહેવાય છે તેથી શાંત રહીને રસોઈ બનાવવી 
- થોડી રસોઈ ચાખ્યા વગરની શુદ્ધ રાખવી જેનો બીજા દિવસે ભોગ લગાવી શકાય 
- રસોઈ 12 વાગ્યા પહેલા પુરી કરી લેવી. 12 વાગે ચુલો ઠંડો થઈ જવો જોઈએ 
- રાંધણ છઠના દિવસે કોઈપણ પ્રકારની નોનવેજ વસ્તુઓ બિલકુલ બનાવવી કે ખાવી નહી  
- રસોઈ બનાવવામાં ગાયના દૂધ કે દહીનો ઉપયોગ ન કરવો 
 
 
કેવી રીતે ઉજવે છે રાંધણ છઠ  ?
 
આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં ચોખ્ખી જગ્યા બનાવીને અને છઠ્ઠી માની આકૃતિને યોગ્ય દિશામાં મુકીને દેવીની પૂજા કરે છે. પૂજામાં દહીં, ચોખા અને મહુઆનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્રત રાખવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
 
છઠ વ્રત દરમિયાન ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ દિવસે મહિલાઓ ભેંસનું દૂધ, ઘી અને દહીંનો ઉપયોગ કરે છે. આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી. આ ઉપરાંતઆ દિવસે વ્રત જ કરનારી મહિલાઓ મહુવાના દાંતણથી દાંત સાફ કરે છે.
 
ટાઢુ (ઠંડુ કે વાસી) ખાવાનુ મહત્વ 
 
શીતળા સાતમનુ મહત્વ સ્કંદ પુરાણમાં વર્ણવેલુ છે. શીતળા સાતમનો તહેવાર દેવી શીતલાને સમર્પિત છે. હિન્દુ પુરાણ કથાઓમાં શીતળા માતાને દેવી પાર્વતી અને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. દેવી શીતળા લોકોને ચેચક (મોટી માતા અને નાની માતા) નીકળવા અને તેને ઠીક કરવા માટે ઓળખાય છે. તેથી હિન્દુ ભક્ત પોતાના બાળકોને આવી બીમારીઓથી બચાવવા માટે આ દિવસે શીતળા માતાની પૂજા કરે છે. શીતળા શબ્દનો અર્થ છે ઠંડુ અને એવુ માનવામાં આવે છે કે દેવી પોતાની શીતળતાથી રોગ ઠીક કરે છે. 
 
તેથી તેના એક દિવસ પહેલા રાંધણ છઠના દિવસે રસોઈ બનાવીને સંગ્રહિત કરવામાં આવે છે. 
 
આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે
આ વ્રતમાં ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.
આ વ્રત દરમિયાન ગાયનું દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાતો નથી.
આ સાથે ગાયનું દૂધ અથવા દહીંનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે.
આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે.
ઉપરાંત, કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતું નથી.
 
Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

આગળનો લેખ
Show comments