Webdunia - Bharat's app for daily news and videos

Install App

Phool Kajali Vrat - 2024 ફૂલ કાજળી વ્રત ક્યારે છે

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2024 (09:21 IST)
Phool kajali vrat - હિંદુ ગુજરાતી પંચાગ મુજબ શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત રખાય છે. આ સમયે આ વ્રત (ફૂલ કાજળી વ્રત 2024) phool kajali vrat date- 7 ઓગસ્ટ  2024
 
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર' મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફુલ સુંઘીને ફળાહાર કરવો.
 
આ દિવસે વ્રત કરનાર પવાસ કરે તો ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય.સાથેજ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ. 

વ્રતની વિધિ: આ વ્રત શ્રાવણ વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. કુંવારીકાઓ સારા પતિ માટે અને પરણિત સ્ત્રીઓ પતિના દીર્ધાયુ અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ  લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ-પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવી. આ દિવસે ઉપવાસ રાખવો.  સૌથી પહેલામા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે કરેલ હતું. આ વ્રતની વિશેષ ખાસિયત એ છે કે કોઈપણ વસ્તુ ખાવા-પીવા માટે ફૂલ સૂંધીને અંગીકાર કરવામાં આવે છે. ચાહે પાણી પીવું હોય, ભોજન કરવું હોય કે અલ આહાર લેવો હોય.  ગુલાબ, મોગરો, કેવડો કે અન્ય કોઈ પણ ફૂલ સૂંઘી શકાય. સાંજે ગાયનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરી ઈષ્ટ દેવની સ્તુતિ કરવી. 

ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવિશેષ જોવા મળે છે. તેમ જ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મહિલાઓ આ વ્રત કરે છે. 
 
કુંડળીમાં ગુરુ કે શુક્ર જેવા શુભ ગ્રહો આપના થતાં હોય કે નિર્બળ બનતા હોય અથવા પાપગ્રહ હોય ત્યારે આવું વ્રત કરવાથી લગ્નજીવનમા કંઈક અંશે સુખમય નિવડે તેવી શિવજી પાસે પ્રાર્થના અરજ કરી શકાય. વિશેષમાં આ વ્રત રાત્રે જાગરણ કરવાથી સંપન્ન થશે. રાત્રે વ્રત કરનાર ભક્તિ ભજન કે અર્થ સાથે જાગરણ કરી અને આ વ્રત પૂર્ણ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ - Sri Mahalakshmi Ashtakam

Masik shivratri vrat katha- માસિક શિવરાત્રીના દિવસે આ વ્રત કથા વાંચો, સુખ અને સૌભાગ્ય વધશે.

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી

Ajmer Sharif Dargah- અજમેર શરીફ દરગાહનો ઈતિહાસ

Margashirsha Guruvar Na Niyam - માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

આગળનો લેખ
Show comments