rashifal-2026

અમદાવાદ એરપોર્ટમાં જ હવે RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરાઈ, પાંચ કલાકમાં ટેસ્ટનો રીપોર્ટ મોબાઇલમાં મળી જશે

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (11:39 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર જ મુસાફરોને  RT-PCR ટેસ્ટની સુવિધા મળી રહેશે. જેના કારણે એરપોર્ટ પરથી વિદેશ જતા અલબત્ત કનેક્ટીંગ મુસાફરોને ઓન ધ સ્પોટ ટેસ્ટ કરવાની સેવા મળતા ઘણી રાહત થશે. મહારાષ્ટ્ર સરકારે અમદાવાદ સહિત ગોવા, રાજસ્થાન, દિલ્હીથી આવતા મુસાફરો માટેRT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. તેમજ અમદાવાદથી દુબઇ જતા મુસાફરોને નેગેટિવ ટેસ્ટની કોપી ટિકિટ સાથે રાખવી આવશ્યક છે. ત્યારે અમદાવાદના અતિવ્યસ્ત રહેતા એરપોર્ટ પર આજથી બુધવારથી મુસાફરોને RT-PCR ટેસ્ટની સુવિધા મળી રહેશે. ખાસ કરીને ઇમરજન્સીમાં મુંબઇ જનાર મુસાફરોને પણ ફાયદો થશે. આ ઉપરાંત એરપોર્ટ પરથી અવરજવર કરનાર મુસાફરને સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવો હોય તો પણ કરી શકશે. આ સુવિધા એરપોર્ટ પર ડેમેસ્ટિક-ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતા એસ્કેલેટરની બંને સાઇડે અંદરની બાજુએ 24 કલાક માટે મેડિકલ ટીમ તૈનાત કરાઇ છે. ઘણી વખત એરપોર્ટ પરRT-PCR વિના જ એરપોર્ટ પર પહોંચી જતા મુસાફરોએ ઘરે પરત ફરવુ પડયુ છે. એટલું જ નહીં અમદાવાદથી કનેકીંટગ મુસાફરો જે મુંબઇ જતા હોય અથવા વિદેશ જતા હોય તેમની પાસે સમય હશે તો આ સુવિધાનો લાભ એરપોર્ટ પર જ લઇ શકશે. આ રિપોર્ટ મુસાફરોને પાંચ કલાકમાં મોબાઇલ પર જ મળી રહેશે. એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ માટે એક ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે, જે સરકારના ધારાધોરણ મુજબ મુસાફરો પાસેથી ટેસ્ટીંગનો ચાર્જ વસૂલ કરશે. ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી પાંચ ફ્લાઇટ કેન્સલ રહી છે જ્યારે પાંચના શેડયૂલ 1 કલાકથી વધુ સમય માટે ખોરવાયા છે. સ્પાઇસ જેટની અમદાવાદ-જમ્મુ, જમ્મુ-અમદાવાદ, ઇન્ડિગોની લખનૌ-અમદાવાદ, અમદાવાદ-લખનૌગો એરની મુંબઇ-અમદાવાદ ફ્લાઇટ કેન્સલ રહી હતી. ગો એરની કોલકાતા-અમદાવાદને 1.30 કલાક, સ્પાઇસ જેટની અમદાવાદ-વારાણસીને 1.12 કલાક, વારાણસી-અમદાવાદને 1.15 કલાકનો વિલંબ થયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moong Dal Kachori - મગની દાળ કચોરી બનાવવાની રીત

Baby Boys Names- તમારા પુત્ર માટે આ નામો તેને દુનિયા જીતવામાં મદદ કરશે

Gluten Free - રોટલીઓ ખાવાથી શુ થાય છે ? જાણો કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

આજની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી – આલુ પરાઠા (Aloo Paratha)

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 20 રૂપિયાની નોટ

Dhurandhar 2 Trailer Released: લોહીથી લથપથ થશે લયારી અને ધમાકાથી કાંપી જશે કરાંચી, ટ્રેલરમાં એક્શનનો ભંડાર

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments