Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રમ્પના આગમન ટાણે એરપોર્ટ પર તમામ ફ્લાઈટ 6 કલાક બંધ રખાશે

ટ્રમ્પના આગમન ટાણે એરપોર્ટ પર તમામ ફ્લાઈટ 6 કલાક બંધ રખાશે
, શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (11:55 IST)
અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ 24મીએ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે તે પહેલાંના 3 કલાકથી તે જાય ત્યાં સુધી એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઈટ બંધ રખાશે. કેટલીક ફ્લાઈટ કેન્સલ કરાશે. જ્યારે કેટલીક રિશિડ્યૂલ કરવાનો નિર્ણય કરાયો છે. આ અંગે પહેલેથી જ એરલાઈન્સને જાણ કરી દેવાશે. ટ્રમ્પની સુરક્ષા સ્થાનિક પોલીસ નહીં પરંતુ યુએસ સિક્રેટ સર્વિસના 200 એજન્ટ સંભાળશે.

સિક્રેટ સર્વિસે પોતાનો અલાયદો કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે. તે જ રીતે એસપીજી અને લોકલ પોલીસે પણ સ્ટેડિયમમાં કંટ્રોલ રૂમ ઊભા કર્યા છે. રોડ શૉ પછી કોટેશ્વર મંદિર તરફના રોડથી મેગીબા સર્કલ થઈ સ્ટેડિયમની પાછળના ભાગેથી ટ્રમ્પ પ્રવેશ કરશે. તેમના માટે સ્ટેડિયમના પાછળના ભાગે ખાસ સજાવટ પણ કરી દેવામાં આવી છે. ત્યાં હેલિપેડ અને 72 કારનું પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સાથે આવનારા વિશેષ એરક્રાફ્ટને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ગુજસેલ પાસે લાવી પાર્ક કરવામાં આવશે.

જેથી અન્ય કોઈ ડોમેસ્ટિક ફ્લાઈટને કે પેસેન્જરોને સમસ્યા ન થાય. ટ્રમ્પ અને મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સાથે એરક્રાફ્ટના લેન્ડિંગ પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારમાંથી આવેલા ઉચ્ચ અધિકારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓ તેમજ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગુજસેલમાં ખાસ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ આ અધિકારીઓએ એરક્રાફ્ટના પાર્કિંગ એરિયાની સાથે રનવેની પણ મુલાકાત લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Virus ની તપાસ માટે અમદાવાદની મેડિકલ કોલેજમાં લેબ સ્થાપિત, 16માંથી 7 સંક્રમિત