Festival Posters

Hindu Sanatan Dharm- દેવી સીતા વિશે જાણો રોચક અને અજાણી વાતો

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (00:01 IST)
સીતાની સ્તુતિ કરતા ઋગવેદ(4-57-6)માં અસુરોના નાશ કરતી શક્તિને કહ્યું છે .સીતાપનિષદમાં સીતાના માનવુંક છે કે જેના નેત્રના નિમેષ -ઉન્મેષ માત્રથી જ વિશ્વની સૃષ્ટિ-સ્થિતિ-સંહાર વગેરે ક્રિયાઓ થાય છે , એ સીતાજી છે. શાસ્ત્રોમાં જણાવેલ ઉલ્લેખાના ઉપસંહાર છે કે સીતા શ્રીરામની શક્તિ અને રામ કથાની પ્રાણ છે. 

વાલમીકિ રામાયણમાં કહ્યું છે કે ત્રેતા યુગમાં વિષ્ણુ શ્રીરામચંદ્રના રૂપમાં અયોધ્યામાં દશરથના મહલમાં અવતરિત થયા. ત્યારે ભગવતી લક્ષ્મી મહારાજ જનકની રાજધાની મિથિલાની પાવનભૂમિ પર અવતરિત થયા. શાસ્ત્રની ધારણા  છે કે ચરિત્ર મહ્ત્વનું છે. તે  જ મનુષ્યની શોભા છે. . પંચવટીમાં રામે કહ્યુ સીતા તમારા પગ ખૂબ સુંદર છે. સીતા  બોલી , ભગવાન તમારા પગની રજ(ધૂળ) મેળવવા જીવનભર લોકો તરસે છે. એના થોડા ધૂળના કણ પણ જો મળી જાય તો માથા પર લગાવીને ખુદને ધન્ય માને છે. 
 
થોડા સમય પછી ત્યાં લક્ષ્મણ આવ્યા તો સીતાએ તેમને  પૂછ્યું લક્ષ્મણ તમે જ નિર્ણય કરો કે અમારા બન્નેના પગમાંથી કોના પગ શોભાયમાન છે. લક્ષ્મણે વિનીત ભાવથી કહ્યું , તમારી શોભા ચરણોમાં નહી પણ તમારા વ્યવહારમાં છે. આ સાંભળી રામ-સીતા એક બીજાના પગ  જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને લક્ષ્મણ એમના પગને જોતા જ રહી ગયા. 
 
વલમીકિ રામાયણના મુજબ હનુમાન જ્યારે જાનકીની શોધ કરતા લંકામાં અશોક વાટિકામાં આવ્યા તો રામકથા સાંભળી અને રામની જે વીંટી લાવ્યા હતા, એ આપી.  જાનકી ખુશ થઈ. પોતાન દુખોને જણાવ્યું અને આશંકા જણાવી. લાગી રહ્યું હતું કે જીવનથી નિરાશ થઈ ગઈ હતી. આટલું મોડું કેમ થયુ  રામને આવવામાં. કોઈ મુસીબત તો નથી આવી ને.  
 
એવી સ્થિતિમાં હનુમાને  ખૂબ માર્મિક થઈને કહ્યું કે રામને આવવામાં મૉડુ  થઈ રહ્યું છે. તેમને લાગી રહ્યું છે કે એ સમુદ્ર પાર કરી શકશે કે નહી તો હું આજે જ તમને એમની પાસે લઈને જઉં  છું. હનુમાને એમને પોતાની શક્તિનો વિશ્વાસ અને પરિચય આપ્યો.  
 
ત્યારબાદ જાનકીજી એ કહ્યું મારા જે સમર્પણ છે , જે સંપૂર્ણ ત્યાગ છે , એ મારો  પતિવ્રતા ધર્મ છે. એને ધ્યાનમાં રાખીને હું કોઈ બીજાને સ્પર્શ નથી કરી શકતી. આથી રામ અહીં આવે અને રાવણનો વધ કરે, તેની સેનાનો નાશ કરે અને મને અહીંથી લઈ જાય. રામજી જ મને માન-મર્યાદાથી લઈને જાય એ જ સારું રહેશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

વધુ જુઓ..

નવીનતમ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

આગળનો લેખ
Show comments