Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Budget - શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા ૪૩,૬૫૧ કરોડની જોગવાઇ

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (15:13 IST)
દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.   
 
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
 
મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે `૩૧૦૯ કરોડની જોગવાઇ.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `૬૪ કરોડની જોગવાઈ. 
સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે `૫ કરોડની જોગવાઇ. 
સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે `૧૦૯ કરોડની જોગવાઈ. 
અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ.
ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે `૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા `૫૦ કરોડની જોગવાઈ.
સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.
 
 
ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ
 
 
ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ.
ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા `૪૦૧ કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે `૧૬૯ કરોડની જોગવાઈ.
નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા `૧૫૦ કરોડની જોગવાઈ.    
યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૭૦ કરોડની જોગવાઈ.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ. 
ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે `૪૦ કરોડની જોગવાઈ.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા `૩૫ કરોડની જોગવાઈ.
ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા `૩૦ કરોડની જોગવાઇ. 
IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે `૧૮ કરોડની જોગવાઈ. 
સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે 
`૬ કરોડની જોગવાઈ. 
સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા `૫ કરોડની જોગવાઈ. 
STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્‍જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ `૫ કરોડની જોગવાઈ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

આગળનો લેખ
Show comments