Gujarat Budget 2023: 15મી ગુજરાત વિધાનસભાનું આજથી બજેટસત્ર શરૂ થશે. 29મી માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. શુક્રવારે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાનું બજેટ 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે.
આ બજેટ સત્રમાં બે કૃષિ અને મહેસૂલ વિભાગના સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. તેમજ સરકારી બીલ ઉપર 4 દિવસ ગૃહમાં ચર્ચા થશે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે.
પ્રવાસન વિભાગને મળી શકે છે અલગ દરજજો
ગુજરાતના પ્રવાસન સ્થળોને વિકસાવવા વધુ ગતિ આપવા સરકારનો નિર્ણય છે. જે અંતર્ગત પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે. શુક્રવારે રજૂ થનારા ગુજરાતના આગામી બજેટમાં જાહેરાત થશે. ટુરીઝમ ડિપાર્ટમેન્ટને અલગ વિભાગ કરવાની જાહેરાત થશે. હાલ ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનું સ્થાન છે. અલગ વિભાગ બનતા પ્રવાસન વિભાગમાં સ્વતંત્ર અધિકારીઓ નિમાશે. ઉપરાંત અલગ દરજ્જા સાથે પ્રવાસન વિભાગને વધુ બજેટ પણ ફાળવાશે. ગુજરાત બજેટમાં છેલ્લે કલાયમેટ ચેન્જ નવા વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો.
પેપર ફૂટતા રોકવા સરકાર બિલ લાવશે
પેપર ફૂટતા રોકવા સરકાર આજે ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 રજૂ કરશે. તો આવતીકાલે વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ બજેટ ફાળશે. આ સાથે ઇમ્પેક્ટ ફીમાં અરજી કરવાની મુદત વધારવાનું બિલ 27 ફેબ્રુઆરીએ અને પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરતું બિલ 28 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. કુલ 25 દિવસમાં 27 બેઠક થશે.જેમાં રાજ્યના વિકાસ અંગે વિવિધ કાર્યવાહી હાથ ધરાશે.
ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.