Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 એપ્રિલથી મોંઘી થઈ જશે આ 3 કંપનીઓની બધી ગાડીઓ, બચત કરવાની અંતિમ તક

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (11:35 IST)
Cars Price Hike: જો તમે ફ્લેગશિપ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. વાસ્તવમાં, પ્રીમિયમ વાહનો બનાવતી કાર કંપનીઓ 1 એપ્રિલ, 2022થી તેમની લાઇન-અપ મોંઘી કરવા જઈ રહી છે. આ કંપનીઓમાં મર્સિડીઝ બેન્ઝ(Mercedes Benz price hike) થી લઈને બીએમડબલ્યુ (BMW price hike) અને ઓડી (Audi price  hike) નો સમવેશ છે. જો કે  જો તમે આ કાર કંપનીઓની લાઈનઅપમાંથી પોતાની પસંદની ગાડીને 31 માર્ચ 2022 સુધી બુક કરી લો છો તો તમને વધેલી કિમંત નહી આપવી પડે.  મતલબ તમે વર્તમાન કિમંત પર જ પોતાની પસંદની કાર લઈ શકશો. આજે અમે તમને બતાવીશુ એ બધી કંપનીઓ વિશે જેઓ ગાડીની કિમંતોમાં વધારો કરવા જઈ રહ્યા છે. તો ચાલો નાખીએ એક નજર... 
 
 
3 ટકા મોંઘી થશે મર્સિડીઝ બેન્ઝ કાર
 
ભારતીય બજારમાં સૌથી મોટી લક્ઝરી કાર નિર્માતા કંપની, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા 1 એપ્રિલ, 2022થી તેની સમગ્ર શ્રેણીની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપની તેના વાહનોની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કરશે. વધેલા ભાવ પાછળનું કારણ કાચા માલના ભાવમાં થયેલા વધારાને આભારી છે.
 
3.5 ટકા મોંઘી થશે મર્સિડીઝ બેન્ઝ કાર
 
ફ્લેગશિપ કાર બનાવતી જર્મન કાર કંપની 1 એપ્રિલ, 2022થી તેના ગ્રાહકોને મોટો ફટકો આપતાં તેના વાહનો મોંઘા કરશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કિંમતોમાં 3.5 ટકાનો વધારો કરવામાં આવશે.
 
3 ટકા મોંઘી થશે ઓડીની  કાર
 
જર્મનીની અગ્રણી કાર નિર્માતા ઓડી ઈન્ડિયા 1 એપ્રિલથી પોતાના વાહનોની કિંમતો મોંઘી કરવા જઈ રહી છે. કંપની તેના સમગ્ર લાઇનઅપની કિંમતોમાં 3 ટકાનો વધારો કરશે.
 
કેમ વધારવામાં આવી રહી છે ગાડીની કિમંત ?
 
કાર કંપનીઓનું કહેવું છે કે કાચા માલની વધતી કિંમતોને કારણે વાહનો બનાવવાની કિંમત વધી ગઈ છે, જેના કારણે તેમણે આ નિર્ણય લેવો પડ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments