Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં શનિવારથી ગરમી ઘટવાની શક્યતાઓ, કચ્છ-સૌરાષ્ટ્રમાં 40 થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે

Webdunia
બુધવાર, 24 મે 2023 (15:32 IST)
શનિવારથી ગરમીની તિવ્રતામાં ઘટાડો થશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થશે
 
ગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં શનિવારથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડાની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થઈ શકે છે વાવાઝોડુ જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. 
 
ગરમીની તીવ્રતામાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે
સ્થાનિક  હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગ પ્રમાણે શનિવારથી ગરમીની તીવ્રતામાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે લોકોને ભારે ગરમી સામે થોડી રાહત મળશે. લોકો પ્રી-મોન્સૂન એક્ટિવિટીની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલ તુરંત આવી કોઈ એક્ટિવિટી શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી. 
 
40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે
દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

DSP સિરાજને ગાબામાં કરવો પડ્યો હૂટિંગનો સામનો, VIDEO મા જોવા મળી ઓસ્ટ્રેલિયાઈ દર્શકોની શરમજનક હરકત

LK Advani News: લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, મોડી રાત્રે દિલ્હીના એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

VIDEO: હાશિમ બાબા ગેંગનો શૂટર સોનુ મટકા એન્કાઉન્ટરમાં માર્યો ગયો, જાણો તેની ગુનાની કુંડળી

Dattatreya Jayanti 2024 Wishes : દત્ત જયંતીના અવસર પર આ સંદેશા સાથે મોકલો શુભકામનાઓ

આગળનો લેખ
Show comments