Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weather Update: મે મહિના માટે નવી આગાહી, ઘણા રાજ્યોમાં ફરી એક વાર વરસાદ પડશે, શું છે IMDનું નવું અપડેટ

Weather Update: મે મહિના માટે નવી આગાહી, ઘણા રાજ્યોમાં ફરી એક વાર વરસાદ પડશે, શું છે IMDનું નવું અપડેટ
, બુધવાર, 26 એપ્રિલ 2023 (12:51 IST)
Weather news for may- હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એપ્રિલ મહીનાના અંતિમ દિવસ રાહત આપશે. આ દરમિયાન વધારે તાપમાન 37 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 20 થી 22 ડિગ્રી વચ્ચે રહી શકે છે. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલથી 1 મે દરમિયાન વાદળછાયું આકાશ સિવાય, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. દિલ્હીમાં જો કે છેલ્લા કેટલાક દિવસોમાં અને માર્ચ-એપ્રિલ મહિનામાં થોડા જ દિવસો રહ્યા છે જ્યારે ગરમીએ પોતાનું વલણ બતાવ્યું છે. બાકીના દિવસોમાં એટલી ગરમી નહોતી. 
 
ભારતના આ રાજ્યોમાં વરસાદની શકયતા 
મે મહિનામાં આકરી ગરમી પડશે, પરંતુ એપ્રિલના બાકીના દિવસોમાં હીટવેવની કોઈ શક્યતા નથી. બીજી તરફ સારી વાત એ છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. સ્કાયમેટ અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, તમિલનાડુ અને કેરળમાં એક કે બે જગ્યાએ એક કે બે ભારે સ્પેલ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold silver price update - સોના-ચાંદીના ભાવમાં થઇ વધઘટ