Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરપુરમાં માસ્‍ક વગર ફરતી વ્‍યકિતઓ પાસેથી રૂા. ૫૧૦૦નો દંડ વસુલ કરાયો

વિરપુર
Webdunia
મંગળવાર, 8 ડિસેમ્બર 2020 (10:47 IST)
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
 
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને સરકારની ગાઇડલાઇન તેમજ જિલ્‍લા વહીવટીતંત્ર તરફથી માસ્‍ક પહેર્યા વગર બહાર ન નીકળવા વારંવાર જણાવવામાં અને સમજાવવામાં આવતું હોવા છતાં પણ હજુ પણ ઘણા નાગરિકો ઘરની બહાર નીકળતા સમયે માસ્‍ક પહેર્યા વગર ઘરની બહાર નીકળતા હોય છે જેના કારણે તેઓ પોતે પોતાને તો જોખમમાં મૂકે છે પણ સાથે સાથે અન્‍ય નાગરિકો માટે સંકટ પેદા કરતા હોય છે. 
 
આવા માસ્‍ક પહેર્યા વગર નીકળતી વ્‍યકિતઓ ફરીથી માસ્‍ક પહેર્યા વગર બહાર ન નીકળે અને કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શકાય તે હેતુથી તેમજ નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તે માટે વિરપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇનસ્‍પેકટરએસં યુકત કાર્યવાહી હાથ ધરીને વિરપુર નગરમાં તાજેતરમાં માસ્‍ક વગર ફરતી વ્‍યકિતઓ પાસેથી દંડાત્‍મક કાર્યવાહી કરી રૂા. ૫૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો. 
 
વહીવટીતંત્રએ આ સંયુકત કાર્યવાહી કરીને  અન્‍ય નાગરિકો માસ્‍ક પહેર્યા વગર ન નીકળે અને નીકળશે તો દંડાત્‍મક કાર્યવાહીથી બચી નહીં શકો તેવો સંદેશો પણ પાઠવ્‍યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments