Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂપાણીએ કહ્યું 'ગુજરાતમાં નહી થાય ભારત બંધ' બળજબરી કરી તો કડક કાર્યવાહી થશે

રૂપાણીએ કહ્યું 'ગુજરાતમાં નહી થાય ભારત બંધ' બળજબરી કરી તો કડક કાર્યવાહી થશે
, મંગળવાર, 8 ડિસેમ્બર 2020 (09:31 IST)
કેન્દ્ર સરકારના ત્રણેય નવા કાયદા વિરૂદ્ધ ખેડૂતોએ આઠ ડિસેમ્બરના રોજ એટલે કે આજે 'ભારત બંધ'નું આહવાન કર્યું છે. તેના પર ગુજરાતમાં 23 ખેડૂત સંગઠનોએ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના નામે એક સંગઠન બનાવીને આંદોલનને સમર્થન કર્યું છે. તેના પર સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ખેડૂતો તરફથી કરવામાં આવેલા 'ભારત બંધ (Bharat Bandh)ના આહવાનનું ગુજરાત સમર્થન કરી રહ્યું નથી. એવામાં જો બળજબરીપૂર્વક દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાનોને બંધ કરવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેમના વિરૂદ્ધ સખત કાર્યવાહી થશે. 
 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગળ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકાર તરફથી બનાવેલા કૃષિ કાયદાનો જે રીતે વિરોધ ચાલી રહ્યો છે તે હવે ખેડૂત આંદોલન રહ્યું નથી, રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે કારણ કે 'ભારત બંધ'માં કાર્યક્રમમાં જેટલી પણ મોટી પાર્ટીઓ છે તે કૂદી પડી છે. 
 
ગુજરાતના સીએમએ કોંગ્રેસને પૂછ્યો પ્રશ્ન
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે તમે તમારો 2019નો મેનિફેસ્ટો ખોલીને જુઓ, જેમાં તમે જણાવ્યું હતું કે જો તમારી પાર્ટી સત્તામાં આવશે તો તે એમપીએમસી એક્ટને સમાપ્ત કરશે. આજે જ્યારે અમારી સરકાર કરી રહી છે તો રાહુલ ગાંધી ખેડૂતોને ઉશ્કેરવા માટે કેમ સૌથી આગળ છે. 
 
ગુજરાતમાં 23 ખેડૂત સંગઠનોએ ગુજર્તાત ખેડૂત સંઘર્ષ સમિતિના નામે એક સંગઠન બનાવ્યું છે અને કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોદ્ધ આજે 'ભારત બંધ'ને સમર્થન કર્યું છે. ગુજરાત ખેડૂત સમાજના અધ્યક્ષ જયેશ પટેલે કહ્યું કે ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાત ખેડૂત સભાની બેઠકમાં સંગઠન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
જયેશ પટેલે કહ્યું કે અમે ખેડૂતોને મંગળવારે ભારત બંધના આહવાનનું સમર્થન કર્યું છે. અમે 10 ડિસેમ્બરે આખા ગુજરાતમાં પ્રદર્શન કરીશું અને એક દિવસ પછી અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં કિસાન સંસદ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરના રોજ ખેડૂત અહીં દિલ્હી માટ મોરચો કરશે ત્યાં પ્રદર્શનમાં જોડાશે.  
 
બીજી તરફ રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ સમર્થિત ભારતીય કિસાન સંઘ (બીકેએસ)એ ખેડૂતોના પ્રદર્શનથી અંતર જાળવ્યું છે. સંગઠનના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ અંબુભાઇ પટેલે કહ્યું કે ખેડૂતોના કલ્યાણ માટે આ બિલ લાવવામાં આવે અને તે પહેલાં બીકેએસ અને અન્ય સંગઠનો સાથે ઘણીવાર ચર્ચા કરવામાં આવી છે. તેમને પરત લેવાના બદલે સુધારાના ચાન્સ છે અને સરકાર જરૂરી ફેરફાર માટે તૈયાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર છે, આજે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટી 20 મેચ