Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ભાજપના નેતાઓની દારૂની મહેફિલનો વીડિયો વાયરલ,

Webdunia
શનિવાર, 30 જુલાઈ 2022 (12:02 IST)
એક તરફ લઠ્ઠાકાંડમાં લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. બીજી તરફ પોલીસ અને રાજકારણીઓ જ સરેઆમ દારુબંધીની મહેફિલો કરતાં રહે છે. જાણે કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે એવા દ્રશ્યો ગુજરાતમાં સામે આવી રહ્યાં છે. સુરતના વોર્ડ નં.16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને જે મહેફિલમાં બેઠા હતા એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વિડીયો બનાવી લીધો હતો.બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વિડીયોમાં સ્પષ્ટ નજરે પડતા હતા. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વિડીયો પરથી જણાય રહ્યું હતું.

વિડીયો મામલે ઠુમ્મરને પૂછવામાં આવતા કહ્યુંં કે વિડીયો મને મળ્યો નથી તમે મોકલો તો જોઈને કહું બાદમાં વિડીયો જોઈ કહ્યું કે, હા હું દેખાઉં તો છું વીડિયોમાં, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો ન હતો. વિડીયોમાં‘ અભી ઝિંદા હું તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે’ સોંગ પણ વાગી રહ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments