Webdunia - Bharat's app for daily news and videos

Install App

Botad poisonous liquor' Scam - યુવકે કર્યું હતું 'ઝેરી દારૂ'નું સેવન, હવે સ્પષ્ટ દેખાતું નથી, બોટાદ પોલીસને મોકલ્યો રિપોર્ટ

Webdunia
શનિવાર, 30 જુલાઈ 2022 (11:49 IST)
એક 35 વર્ષીય વ્યક્તિને બુધવારની રાત્રે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) માં દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યો હતો. બળદેવ ઝાલાએ ડોક્ટરોને જણાવ્યું કે તેણે 25 જુલાઈના રોજ પોલારપુર ગામમાં દેશી દારૂ પીધો હતો. બળદેવ ઝાલાને ગંભીર હાલતમાં દાખલ કરાયા હતા. ગુરુવારે જ્યારે તેની તબિયત સુધરી ત્યારે પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે બલદેવ ઝાલાની તબિયત સ્થિર ગણાવી છે.
 
પોલારપુર ગામનો રહેવાસી બળદેવ ઝાલા સુરત અને અમરેલી વચ્ચે રોજેરોજ દોડતી ખાનગી બસમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. તેઓ બસ દ્વારા શહેરમાં આવ્યા હતા અને બુધવારે તેમની તબિયત લથડી હતી. તે કતારગામ વિસ્તારમાં હતો જ્યારે તેને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થઈ અને તેને 108 સેવાની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
 
બસ ડ્રાઇવર અને બળદેવ ઝાલાની પૂછપરછ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “દારૂ પીધા પછી બળદેવ ઝાલાને બીજા દિવસે ખબર પડી કે તેની સાથે દારૂ પીનારા કેટલાક જાણીતા લોકો પણ હોસ્પિટલમાં દાખલ થયા છે. " "અમે દર્દી દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે બોટાદ પોલીસને રિપોર્ટ મોકલ્યો છે," પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ મામલે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના તબીબોએ જણાવ્યું હતું કે બળદેવ ઝાલા હજુ સ્પષ્ટ દેખાતું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં, જાણો શું છે ભારતની માંગ?

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

જેના મૃત્યુ પર તેઓ શોક વ્યક્ત કરી રહ્યા હતા તે જીવતો પાછો ફર્યો ત્યારે પરિવાર ડરી ગયો

બહેનની ડોલી પહેલાં ભાઈની અર્થી ઉઠી, લગ્નમંડપમાં જતાં બદમાશોએ તેને ઘેરી લીધો

Maharashtra Election: રાહુલ ગાંધીનો મોટો આરોપ, બોલ્યા - મહારાષ્ટ્રના પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યને આપ્યા

આગળનો લેખ
Show comments