Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટુ વ્હિલર વાહન પર એકથી વધુ અને ફોર વ્હિલર વાહન પર બેથી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે નહીં

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (16:08 IST)
કેટલાક લોકો આવશ્યક સેવાઓ માટે ઘરની બહાર નીકળતા હોઈ તે દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે કોરોના વાયરસ સંક્રમણનું જોખમ હોય છે ત્યારે પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.પરમાર દ્વારા વિવિધ નિયંત્રણો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા ભારત સરકારના તા.૨૪/૦૩/૨૦૨૦ના આદેશથી જાહેર કરવામાં આવેલા લોકડાઉનની અમલવારી તથા કોરોના વાયરસ અન્વયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ટુ વ્હિલર વાહન પર એકથી વધુ મુસાફર તથા ફોર વ્હિલર વાહનમાં બેથી વધુ મુસાફરોને મુસાફરી કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ફોર વ્હિલર વાહનમાં મુસાફરી દરમ્યાન વાહન ચાલક તેમજ મુસાફર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
 
વધુમાં જાહેરનામા મુજબ તમામ જાહેર કરેલ આવશ્યક સેવાઓ પ્રદાન કરતાં વેપારીઓ તથા સેવા પુરી પાડનાર એકમો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવાના સમયે ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે જોવાનું રહેશે. એ જ રીતે સેવાઓ મેળવનાર ગ્રાહકો અને વ્યક્તિઓએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
 
આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર જાહેર વિસ્તારમાં તા.૧૨/૦૪/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જે અંગે જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તેમજ પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓ લેખિત ફરિયાદ નોંધી શકશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments