Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાંદેરમાં માસ ક્વોરન્ટીન, વૃદ્ધ ધોબીને કોરોના થતાં 50 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં

રાંદેરમાં માસ ક્વોરન્ટીન, વૃદ્ધ ધોબીને કોરોના થતાં 50 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં
, ગુરુવાર, 2 એપ્રિલ 2020 (14:12 IST)
રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટીન હોવાનું માનવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો એક કિલોમીટરનો વિસ્તાર બેરિકેટથી બંધ કરી 16 હજારથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ 50 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં છે.રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત 5ને ક્વોરન્ટીન કરી દીધા છે. જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. ત્યારબાદ રાંદર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવાયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દાહોદમાં ફોર વ્હીલર્સ પર પ્રતિબંધ લગાવાયો, બાઈક પર માત્ર એક જ વ્યક્તિ બેસી શકશે