Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના નહિવત્‌

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (15:22 IST)
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પરંતુ હવે ફરીથી ઉકળાટ અને બફારો શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના નહિવત્‌ છે. વરસાદી સિસ્ટમ સક્રિય ના થતાં ભારે વરસાદની સંભાવના નહિવત્‌ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 
 
જુલાઈના બીજા અઠવાડિયા બાદ સિસ્ટમ સક્રિય થાય અને સારો વરસાદ આવે તેવી વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી વરસાદની સંભાવના નહિવત્‌ દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આઠ-દસ દિવસ સુધી વરસાદ વિરામ લેશે.  29 જૂન પછી મેઘરાજા લાંબો વિરામ લે તેવી સંભાવના છે. પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આમ, લાંબા ગાળાના વરસાદના વિરામથી ખેતીના પાકને અસર પહોંચી શકે છે. 
 
હવામાન વિભાગની આગાહી મુજબ, હવે રાજ્યમાં આગામી દોઢથી બે સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે કહ્યું કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાગ થયો છે. હવે દોઢ સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી,
 
જેથી ભારે વરસાદની સંભાવના નથી. રાજ્યમાં વરસાદી માહોલ બાદ તાપમાનનો પારો ઘટીને ૩૧ ડિગ્રી નીચે જતો રહ્યો હતો. જેના કારણે ગરમી જતી રહી હોય તેવો અનુભવ લોકોને થયો હતો. જોકે, વરસાદે વિરામ લેતાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બીજી તરફ નૈઋત્ય દિશા તરફથી ભેજવાળા પવન ફૂંકાતા બફારાનું પ્રમાણ વધ્યું છે. આમ લોકો અસહ્ય ગરમી અને બફારાથી બેહાલ થયા છે. ત્યારે હજુ આગામી દિવસો દરમિયાન અસહ્ય ગરમી અને બફારો સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે, જુલાઈના બીજા અઠવાડિયામાં ગરમી-બફારાથી રાહત મળશે.

સંબંધિત સમાચાર

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

આગળનો લેખ
Show comments