Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રીજી સદીમાં ચીનમાં પતંગની થઇ હતી શોધ, જાણો વિવિધ માન્‍યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસ વિશે

ચીનમાં પતંગની શોધ
Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (13:13 IST)
કહેવાય છે કે ઇસા પૂર્વ ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્‍કુને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્‍ધ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. આ ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્‍ડ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોચ્‍યો અને ભારતની સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં વણાઇ ગયો. 
 
ઉતરાયણ એટલે સૂર્યનું ઉત્તર દીશામાં પ્રયાણ થવુ, આ દિવસે પવિત્ર હોઇ નદીઓમાં સ્‍નાન કરવું , ગરીબોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. અન્‍ય દેશોમાં પતંગ 2300 વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્‍યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે. માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ કયાંક અપશુકનની કે પછી કયાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્‍યમના રૂપમાં પ્રતિષ્‍ઠિત છે.
 
ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્‍યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને  પણ અપશુકન માનવામાં આવતું. પતંગ ધાર્મિક આસ્‍થાઓના પ્રદર્શનનું પણ માધ્‍યમ રહી છે. થાઇલેન્‍ડના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા માટે વર્ષા ઋતુમાં પતંગ ઉડાડતા. કોરીયામાં પતંગ પર બાળકોના નામ અને તેની જન્‍મ તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી એ વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્‍ય પતંગની સાથે જ ઉડી જાય.
 
પતંગ સાથે  હવામાનની થર્મોમીટર મીટર જોડી માહિતી મેળવવા આગાહી અને અભ્‍યાસ કરવા ઉપરાંત ડેલ્‍ટા યુનિ ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેકટ હેઠળ 102 m ના પતંગ દ્વારા 10 કિલોવોટ સુધીની ઉર્જા ઉત્‍પાદનનો પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો છે. આ અંગે જે વિસ્‍તારોમાં હવાનો તેજ પ્રવાહ હોય તેવા વિસ્‍તારોમાં પતંગની દોરી સાથે ટર્બાઇનની મુવમેન્‍ટ જોડીને ઉર્જા ઉત્‍પાદન ક્ષેત્રે સંશોધન પ્રયાસોની સતત પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments