Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક હાથ ગુમાવ્યો, હોસ્પિટલની પથારીમાંથી બીજા હાથથી મહેનત કરી પરીક્ષા આપી યુવતી બની તબીબ

Webdunia
શનિવાર, 11 માર્ચ 2023 (12:52 IST)
The girl became a doctor
હાથ કે તેમાં નસીબની લકીર ના હોય તો પણ પ્રબળ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને નૈતિક હિંમત સાથે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે છે, એ વાતની પ્રતીતિ વડોદરા શહેરની મુસ્કાન શેખે કરાવી છે. એક દુર્ઘટનામાં પોતાનો એક હાથ ખોઇ બેઠેલી આ યુવતીએ હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો અને આજે તે એસએસજી હોસ્પિટલમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
 
આજથી નવેક વર્ષ પહેલા મુસ્કાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એક પ્રવાસ દરમિયાન નડેલા અકસ્માતમાં તેણીએ પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. શરીરનું એક અંગ ઓછું થાય એટલે ભારોભાર તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ, ભણવામાં ખૂબ જ મેઘાવી મુસ્કાને હિંમત હાર્યા વિના ડાબા હાથે લખવાનો મહાવરો સાધી લીધો અને દીલ લગાવી પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. મુસ્કાનના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પણ પોતાની વ્હાલસોયી પુત્રીને ભણવામાં કાંઇ ઓછું ના આવે તેની તકેદારી રાખી.
 
૨૦૧૪માં અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મુસ્કાનને ધોરણ ૮ની પરીક્ષા આપવાના હોવાથી ડાબા હાથેથી લખવાનો મહાવરો કેળવવાની શરૂઆત કરી દીધી હતી અને પ્રથમ વખત ડાબા હાથે લખી પરીક્ષા પણ સારી રીતે આપી હતી.તેની તેજસ્વીતાનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને તેણીએ ધોરણ ૧૦માં ૯૪ ટકા, જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૧ ટકા મેળવ્યા હતા. એ બાદ મેડિકલ શાખામાં પ્રવેશ માટેથી નીટમાં સારા ગુણાંક મેળવી શારીરિક અશક્ત શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી હતી.આમ તેણીએ હિંમત હાર્યા વિના વિકટ પરિસ્થિતિનો સામનો કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે. આ વાતની જાણ થતાં કલેક્ટર અતુલ ગોરે તેણીને પોતાની કચેરીમાં આમંત્રી સન્માન કર્યું હતું.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments